Last Updated on March 31, 2021 by
ગિલોય એક આયુર્વેદિક ઔષધિ છે, જેનો ઉપયોગ વર્ષોથી દવા તરીકે કરવામાં આવે છે. સંસ્કૃતમાં ગિલોયને અમૃતા કહેવામાં આવે છે. જેનો અર્થ છે “અમરત્વનું મૂળ” કારણ કે તેમાં વિપુલ પ્રમાણમાં ઔષધીય ગુણધર્મો છે.
કોરોના મહામારી દરમિયાન, ભારતમાં લોકોએ ગિલોયનો ઉપયોગ ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે કર્યો છે. ગિલોય ઈમ્યૂનિટી વધારવા માટે એક ઉત્તમ વનસ્પતિ છે. પરંતુ તેના અન્ય ઘણા ફાયદા છે, જેના વિશે લોકો યોગ્ય રીતે જાણતા નથી. ચાલો આપણે અહીં સમજીવએ કે ગિલોયના ફાયદા શું છે.
ઈમ્યૂનિટી વધારે છે
ગિલોયને ખૂબ અસરકારક ઔષધિ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણી સમસ્યાઓના નિવારણ માટે થાય છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ગિલોય ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મદદગાર છે. તે તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર પણ સંચાલિત કરે છે. બ્લડ સુગરનું સ્તર ઘટાડે છે. એક્સિસ ગ્લુકોઝ પણ બર્ન થાય છે.
સંધિવા
ગિલોયમાં એવા ગુણધર્મો છે જે સંધિવાના ઉપચારમાં મદદ કરે છે. સંધિવા માં સાંધાના દુખાવાની સાથે સોજાની સમસ્યા હોય છે. મોટે ભાગે 40 વર્ષ પછી, આ સમસ્યા લોકોને અસર કરે છે. પરંતુ આજકાલ નબળી જીવનશૈલીને કારણે આ સમસ્યા યુવાનોમાં પણ થવા લાગી છે. આ સ્થિતિમાં, ગિલોયનું સેવન તમારા માટે ફાયદાકારક છે. જો તમારી પાસે ગિલોય નથી, તો તમે ગિલોયનો રસ પણ લઈ શકો છો.
તણાવ ઓછો કરે છે
આ દિવસોમાં તણાવની કોમન સમસ્યા છે. ગિલોય તમારા આ તણાવને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. તે Toxicથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે અને તમારા મગજને શાંત કરે છે. શરીરમાંથી ગંદકી પણ બહાર કાઢે છે.
શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક
શ્વાસ સંબંધી પરેશાનીઓ જેવી કે સર્દી, ઉધરસ જવી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થાય છે. કારણ કે ગિલોયમાં એવા ઔષધિય ગુણો હોય છે જેનાથી આ પરેશાનીઓ ઓછી થાય છે. ગિલોયના સેવનથી કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતી નથી.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31