Last Updated on March 31, 2021 by
1 એપ્રિલથી જે નવો વેઝ કોડ લાગૂ કરવાની વાત થઈ રહી હતી, તેના પર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે આગામી જાહેરાત સુધી તેના પર રોક લગાવી દીધી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 1 એપ્રિલથી આ નિયમ લાગૂ નહીં થાય. પહેલા આ નિયમ અંતર્ગત ટેક હોમ સેલેરીમાં વધારો થવાની વાત કરવામાં આવી હતી.
હકીકતમાં જોઈએ તો, સરકારના નવા વેતન કાયદા અનુસાર દર મહિને મળતી સેલરીમાં મૂળ વેતનનો 50 ટકા ભાગ હોવાની વાત ચાલી રહી હતી. જે હાલમાં 32 ટકા આવતી હતી. આ રીતે નોકરીકર્તાઓને ટેમ હોમ સેલેરી વધી શકતી હતી.
આવી રીતે વધી સકતી હતી ટેક હોમ સેલેરી
હકીકતમાં જોઈએ તો, મૂળ વેચની અંદર આપની બેસિક સેલેરી, મોંઘવારી ભથ્થુ, રિટેર્નિંગ અલાઉંસ શામેલ થાય છે. આ ત્રણ માપદંડોને ધ્યાને રાખીને આપની બેસિક સેલેરીની ગણતરી થાય છે. નવા કોડમાં સામેલ પીએફ, ગ્રેજ્યુટી, મોંઘવારી ભથ્થુ, મુસાફરી ભથ્થુ, અને હાઉસ રેંટ અલાઉંસ સમાવેશ કરવાની વાત ચાલી રહી હતી. તો વળી બૈસિક સીટીસીનો 50 ટકા ભાગ હોવાનો અર્થ થાય છે કે, અન્ય ભથ્થામાં 50 ટકાથી વધારે નહીં હોય. આવી રીતે પીએફ અને અન્ય ભથ્થામાં ફેરફાર થવાની ટેક્સનું ભારણ પણ ઓછુ થઈ શકે છે. જેની અસર આપના ટેક હોમ સેલેરી પર દેખાશે.
આ માપદંડોનો પણ નહીં મળે લાભ
હકીકતમાં કેબિનેટમાં નવા વેઝ કોડ લાગૂ કરતા પહેલા અલગ અલગ પાંસાઓની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને ભથ્થાની વાત કરવામાં આવે તો, કેબિનેટ તમામ 169 ભથ્થાની તપાસ કર્યા બાદ 37 ને જેમના તેમ રાખવા તેમાંથી 51 ભથ્થા બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી નોકરીકર્તા લોકોને ભારણ ઓછુ થાય. તથા તેમને વધુમાં વધુ લાભ મળી શકે. તો વળી હાલના સમયમાં સતત પાંચ વર્ષ કામ કર્યા બાદ જ ગ્રેજ્યુટી મળી શકે છે. પણ નવા કાયદા અનુસાર કર્મચારીને ફક્ત 1 વર્ષ કર્યા બાદ ગ્રેજ્યુટીના હકદાર થઈ શકશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31