Last Updated on March 31, 2021 by
Sarkari Naukri, Indian Railway Recruitment 2021: સરકારી નોકરીની રાહ જોઇ રહેલા યુવાનો માટે ભારતીય રેલવેમાં નોકરી મેળવવાનો સુવર્ણ અવસર છે. ઇન્ડિયન રેલવેએ અનેક પદો પર ભરતી માટે અરજી મંગાવી છે અને આ ભરતી માટે આજે એટલે કે 31 માર્ચની અંતિમ તારીખ છે. એટલે કે ઇચ્છુક ઉમેદવારોએ આજે જ આ ભરતી માટે અરજી કરવી પડશે. હકીકતમાં ઇન્ડિયન રેલવેના ડીઝલ લોકો મૉર્ડનાઇઝનેશન વર્ક્સ (DLMW)માં અપરેંટિસના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્ય ઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ dmw.indianeailways.gov.in પર જઇને અરજી કરી શકે છે. ભારતીય રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી અંતર્ગત 182 પદો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
- ઑનલાઇન અરજી કરવાની શરૂઆત- 12 માર્ચ, 2021
- ઑનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ- 31 માર્ચ, 2021
પદોની વિગતો
- ઇલેક્ટ્રિશિયન- 70 પદ
- મિકેનિક- 40 પદ
- મશીનિસ્ટ- 32 પદ
- ફિટર- 23 પદ
- વેલ્ડર- 17 પદ
યોગ્યતા
ઇન્ડિયન રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી અંતર્ગત ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, મશીનિસ્ટ અને ફિટરના પદો પર અરજી કરનાર ઉમેદવારોના 50 ટકા અંકો સાથે 10 પાસ હોવુ જરૂરી છે. સાથે જ સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હોવુ પણ જરૂરી છે. સાથે જ વેલ્ડરના પદો પર અરજી કરનાર ઉમેદવારોનું ધોરણ 8 પાસ હોવુ જરૂરી છે અને વેલ્ડિંગ ટ્રેડમાં ITI પાસ હોવુ જરૂરી છે.
વય મર્યાદા
ભારતીય રેલવે ભરતી માટે ઉમેદવારની ઉંમર 15થી 24 વર્ષની વચ્ચે હોવી જોઇએ. પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રેનિંગ દરમિયાન 7000 રૂપિયા સ્ટાઇપેંડ રૂપે મળશે. સાથે જ 2 વર્ષ માટે ટ્રેનિંગ દરમિયાન ઉમેદવારોને 7700 રૂપિયા પ્રતિ માસ અને 3 વર્ષ માટે ઉમેદવારોને 8050 રૂપિયા પ્રતિ માસની ચુકવણી કરવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31