Last Updated on March 31, 2021 by
ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતી મોબાઈલ એપ્લિકેશન મોબિક્વિકનો ડેટા લિક થયાના અહેવાલો સામે આવ્યા છે. એક ન્યૂઝ સર્વિસના રિપોર્ટ પ્રમાણે અંદાજે ૩૫ લાખ યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર વેચાવા મુકાયો છે. ડાર્ક વેબ એટલે કે જ્યાં હેક થયેલી માહિતીનું ગેરકાયદેસર વેચાણ થતું હોય અને ગુનેગારો જે વેબનો ઉપયોગ કરતા હોય એવી સાઈટો.
8200 ગીગાબાઈટ જેટલી વિગતો ઓનલાઇન
મોબિક્વિક ભારતમાં સૌથી વધુ વપરાતી પેમેન્ટ એપ પૈકીની એક છે. આ ડેટા લિક થવાથી કંપનીની ૮.૨ ટેરાબાઈટ (૮૨૦૦ ગિગાબાઈટ) જેટલી વિગતો ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે. આ વિગતોમાં મોબાઈલ નંબર, મેઈલ આઈડી, બેન્ક એકાઉન્ટ, ક્રેડિટ-ડેબિટ કાર્ડની સંવેદનશિલ વિગતોનો સમાવેશ થાય છે. જોકે કંપનીના સંચાલકો આવા કોઈ લિકનો સ્વિકાર કરતા નથી. કંપનીના કહેવા પ્રમાણે કોઈ ડેટા લિક થયો નથી.
60 લાખ રૂપિયામાં વેચાણ
ડેટા લિક થયો હોવાની વિગતો સાઇબર સિક્યુરિટી નિષ્ણાતોએ ટ્વિટ દ્વારા જાહેર કરી હતી. ફ્રાન્સના સાઈબર સિક્યુરિટી એક્સપર્ટ ઈલિયટ એન્ડરસનના મતે બધો જ ડેટા ૮૪ હજાર ડૉલર (૬૦ લાખ રૃપિયા)માં વેચાણ માટે ઉપલબ્ધ છે. તેના મતે કોઈ આ સૌથી મોટા કેવાયસી ડેટા લિક પૈકીનો એક કિસ્સો છે. પેમેન્ટ માટે મોબાઈલ એપ્લિકેશન વાપરનારા લોકો આ લિક પછી સાવધાન થયા છે. અન્ય એક નિષ્ણાતે ૧૧ કરોડ ભારતીયના કાર્ડ્સની વિગતો લિક થયાની વાત લખી હતી.
સાઈબર સિક્યુરિટી નિષ્ણાતો અને મોબિક્વિકના યુઝર્સ કંપનીના બચાવ સાથે સહમત નથી. તેમના મતે કંપની પ્રતિષ્ઠા બચાવવા માટે ખોટું બોલી રહી છે. સામાન્ય રીતે કોઈ કંપનીનો ડેટા લિક થાય તો કંપનીના સંચાલકો પોતાની ખામી સ્વિકારી લેતા હોય છે. મોબિક્વિકના સ્થાપકો ડેટા લિક ન થયાની જ વાત કરે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31