Last Updated on March 31, 2021 by
ફૂટવેર બનાવતી અમેરિકન કંપની નાઇકીએ બ્રૂકલિનની કંપની MSCHF પર ખાસ ‘શેતાની શૂઝ’ તૈયાર કરવાને લઇે કેસ કર્યો છે. MSCHFએ 29 માર્ચે જ 666 જોડી ‘શેતાની શૂઝ’ રીલીઝ કર્યા હતા, જેની ઘણી ચર્ચા થઇ રહી છે. કંપનીએ આ શૂઝ ફેમસ રેપર લિલ નાસ સાથે મળીને રીલીઝ કર્યા હતાં.
આ શૂઝમાં નાઇકીના લોગો ‘Swoosh’ ચિહ્નનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નાઇકીનો આરોપ છે કે તેણે પરવાનગી વિના અથવા પાર્ટનરશિપ વિના તેનો લોગો શૂઝ પર યુઝ કર્યો છે. ‘શેતાની શૂઝ’ની સોશિયલ મીડિયા પર પાછલા ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે.
શું છે સમગ્ર વિવાદ
સોશિયલ મીડિયા પર ‘શેતાની શૂઝ’ને લઇને સૌથી વધુ આલોચના થઇ રહી છે. હકીકતમાં શૂઝ પર ઉંધા ક્રોસનું નિશાન બનેલુ છે. સાથે જ પેંટાગ્રામનું પણ નિશાન બનેલુ છે. આ ઉપરાંત બાઇબલના લ્યૂક 10:18નો ઉલ્લેખ છે. ઘણા યુઝર્સ તેને પરમેશ્વરના વચનનું અપમાન ગણાવી રહ્યાં છે.
MSCHF x Lil Nas X "Satan Shoes" ?
— SAINT (@saint) March 26, 2021
?Nike Air Max '97
?Contains 60cc ink and 1 drop of human blood
?️666 Pairs, individually numbered
?$1,018
?️March 29th, 2021 pic.twitter.com/XUMA9TKGSX
આ ‘શેતાની શૂઝ’ બનાવતી કંપની અનુસાર તેમાં માનવીના લોહીના એક ટીપાંનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની 666 જોડી લૉન્ચ કરવામાં આવી છે. માન્યતાઓ અનુસાર તેમાં આ સંખ્યાને પણ શેતાનનું ચિહ્ન કહેવામાં આવી છે. આ શૂઝની કિેમત 1018 ડોલર રાખવામાં આવી છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત આશરે 75 હજાર રૂપિયા છે.
જો કે આ પહેલીવાર નથી જ્યારે MSCHFએ આવી વિવાદિત પ્રોડક્ટ લૉન્ચ કરી હોય. તેની પહેલા પણ અનેક વિચિત્ર પ્રયોગ કંપની કરતી આવી છે. તેની પહેલા ‘જીસસ શૂઝ’ પર પણ વર્ષ 2019માં આવો વિવાદ થયો હતો. તે સમયે શૂઝને લઇને કહેવામાં આવ્યું હતું કે તેને બનાવવામાં જોર્ડાન નદીમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
રેપર બ્રુકલિન કંપની સાથે મળીને 666 જોડી ‘શેતાની શૂઝ’ બનાવશે- જે black Nike Air Max 97s હશે અને તેમાં બ્રોન્ઝ પેંટાગ્રામ, શેતાનના પતનને લગતા બાઇબલના અધ્યાયનો ઉલ્લેખ અને લાલ શાહીમાં માનવ રક્ત મિક્સ હોવાની ઘોષણા કરવામાં આવી હતી. જેનું પરિણામ એ આવ્યું કે તેની વિરુદ્ધ કેસ દાખલ થયો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31