Last Updated on March 31, 2021 by
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને પગલે ભારતમાં મંગળવારે સાત દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલમાં ૨૨ પૈસા અને ડીઝલમાં ૨૩ પૈસાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૦.૫૬ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૦.૮૭ થયો છે. એ જ રીતે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૮ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૦૮ થયો હતો. સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, રાજ્યોમાં વેટના દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં ઈંધણના ભાવ અલગ અલગ છે.
પાંચ દિવસ પછી ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા
મુંબઈમાં પેટ્રોલનો ભાવ મંગળવારે રૂ. ૯૭.૧૯થી ઘટીને પ્રતિ લીટર રૂ. ૯૬.૯૮ થયો છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૮.૨૦થી ઘટીને રૂ. ૮૭.૯૬ થયો છે. છેલ્લા છ મહિનામાં ૨૪મી માર્ચે પહેલી વખત અને ૨૫મી માર્ચે બીજી વખત ભાવ ઘટાડો કરાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટતાં પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો કરાયો હતો. જોકે, ત્યાર બાદ વિશ્વના સૌથી વ્યસ્ત જળમાર્ગમાંના એક સુએઝ નહેરમાં એવર ગીવન જહાજ ફસાઈ જવાથી ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં આંશિક વધારો થયો હતો, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નહોતો. એવર ગિવન જહાજ ફરી સમુદ્રમાં તરતું થતાં સુએઝ નહેરનો જળમાર્ગ ખુલી જવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં ફરીથી નરમાઈ આવી હતી.
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને રૂ.87.68, ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ.87.08 થયો
દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ત્રણ વખત કરાયેલા ભાવ ઘટાડાને પગલે પેટ્રોલમાં પ્રતિ લીટર કુલ ૬૧ પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર કુલ ૬૦ પૈસાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે માર્ચમાં સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડયુટી વધાર્યા પછી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૨૧.૫૮ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૧૯.૧૮નો વધારો થયો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31