GSTV
Gujarat Government Advertisement

કામનું / સારા ભવિષ્ય માટે PNB ની આ ખાસ સ્કીમમાં કરો રોકાણ, મેળવો વધારે નફો, જાણો સમગ્ર માહિતી

Last Updated on March 31, 2021 by

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) એ ગ્રાહકો માટે એક વિશેષ યોજના શરૂ કરી છે. ઘટતા વ્યાજ દરની વચ્ચે બેંક ગ્રાહકો માટે PNB UTTAM FD યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાની વિશેષ બાબત એ છે કે તેમાં એફડી મેળવવામાં ગ્રાહકો વધુ મેળવી રહ્યા છે. તે બિન-થાપણ જમા યોજના છે. પંજાબ નેશનલ બેંકે ટ્વીટ કરીને આ યોજના વિશે જણાવ્યું છે.

PNBએ પોતાની ટ્વિટમાં કહ્યું છે કે, ઘટતા વ્યાજ દર વચ્ચે PNB UTTAM એફડી યોજનામાં રોકાણ કરો અને વધારે વ્યાજ દર મેળવો. બેંકે કહ્યું, પૈસા ખિસ્સામાં રાખવાએ કોઈ ખ્યાલ નથી, આવતીકાલે વધુ સારા ભવિષ્ય માટે PNB બેસ્ટ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનામાં રોકાણ કરો અને વધુ વ્યાજ મેળવો.

PNB UTTAM FD સ્કીમ એક નોન-કૉલેબલ ડિપોઝિટ સ્કીમ છે. આ સ્કીમમાં એકવાર રોકાણ કર્યા બાદ તમે થાપણકર્તાની મોતના કેસને સિવાય મેચ્યોરીટીથી પહેલા પોતાના પૈસા ન ઉપાડી શકો.

કોણ કરી શકે છે PNB ઉતત્મ FDમાં રોકાણ?

સિંગલ અથવા જોઈન્ટ 10 વર્ષથી વધારે ઉંમરના લોકો પોતાના એજ (વય) સર્ટિફિકેટ આપીને આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. તે ઉપરાંત પ્રોપાઈટરશિપ – પાર્ટનરશિપ ફર્મ, કોમર્શિયલ ઓર્ગેનાઈઝેશન, કંપની/ કોર્પોરેટ બોડી, હિંદૂ અવિભાજીત પરિવાર, એસોસિએશન, ક્લબ, ,સોસાયટી, ટ્રસ્ટ અથવા ધાર્મિક/ચેરિટેબલ અથવા એજ્યૂકેશનલ ઈન્સ્ટીટયૂશંસ, મ્યૂનિસીપોલિટી કે પંચાયત, સરકારી કે અર્ધ સરકારી, અભણ અને અંધ વ્યક્તિ પણ ખાતુ ખાલીવી શકે છે.

કેટલુ કરી શકો છો ઈન્વેસ્ટ ?

ઉત્તમ FD સ્કીમમાં ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા રોકાણ કરવાના હોય છે. અને તે બાદ એક રૂપિયાના ગુણકમાં કેટલી પણ રકમ જમા કરી શકો છો. આ સ્કીમની મેચ્યોરિટી પીરિયડ 91 દિવસથી 120 મહિનાની છે. તો ઈન્કમ ઓપ્શન 6 મહિનાથી 120 મહિના સુઘીનો છે. યોજના હેઠળ કન્વર્ઝન વિકલ્પ ઉપલબ્ધ નથી.

નહિ મળે આ સૂવિધા

આ સ્કીમમાં થાપણકારની મોતના કેસ સિવાય કોઈપણ કેસમાં પ્રીમેચ્યોર વિડ્રોલ/ પાર્ટ વિડ્રોલ/જમાની અવધિમાં વિસ્તારની પરવાનગી નથી. ડિમાંડ લોન/ ઓવરડ્રાફ્ટ સૂવિધાનો વિકલ્પ બેંકના વિવેક અને હાલના દિશાનિર્દેશો અનુસાર ઉપલબ્ધ હશે. મેચ્યોરિટી વિકલ્પમાં કરાયેલા ડિપોઝિટ માટે જમાની મેચ્યોરિટીના વેલ્યૂની ગણના સિસ્ટમમાં ક્વાર્ટલી કમ્પાઉંડિંગ આધાર પર કરીશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો