Last Updated on March 30, 2021 by
1 એપ્રીલથી સ્ટીલની કિંમતોમાં વધારાને ધ્યાનમાં રાખીને મંગળવારે મેટલના શેરોમાં તેજી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે સ્ટીલમેક્સ સ્ટીલની કિંમતોમાં ફરી એક વખત વધારો કરવા માટે જઈ રહી છે. હોટ રોલ્ડ કોયલના ભાવમાં 4000 રૂપિયા પ્રતિ ટનનો વધારો થઈ શકે છે. આ પહેલા સ્ટીલની કિંમતોમાં પાછલા વર્ષે નવેમ્બરમાં 2500 રૂપિયા પ્રતિ ટનનો વધારો થયો હતો. જે બાદ 1500 રૂપિયા પ્રતિ ટનનો વધારો થયો છે.
4 મહિનામાં આશરે બમણો થયો સ્ટીલનો ભાવ
માત્ર ચાર મહિનાના સમયગાળામાં સ્ટીલની કિંમતો નવેમ્બર 2020માં 45000 રૂપિયાથી આશરે બમણી થઈ ગઈ છે અને માર્ચ 2021માં 72000 રૂપિયા થઈ ગઈ છે. 1 એપ્રીલથી સ્ટીલની કિંમતોમાં 4000 રૂપિયાનો વધારાની આશા છે.
મેટલના શેરોમાં તેજી
સ્ટીલના ભાવ વધવાના સમાચારથી મંગળવારે મેટલના શેરોમાં તેજી નજરે જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.66 ટકા મજબુત થયું હતું. મેટર શરોમાં SAIL, JSW સ્ટીલ, જિંદલ સ્ટીલ અને APL Apollo ના સ્ટોકમાં 3થી 4 ટકાનો વધ્યાં હતાં. તો મૈગનીઝ માઈનર MOILના સ્ટોક્સમાં 7 ટકા કરતા વધારે તેજી જોવા મળી હતી.
રીપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટીલમાં મળેલા પોતાના બાઈએનુએલ સ્ટીલ કોન્ટ્રાક્ટમાં વધારે કિંમતો વધારવા માટે ઓટો નિર્માતાઓની સાથે વાતચીત કરી રહી છે. તે વૈશ્વિક સ્તર પર હોટ રોલ્ડ કોયલ બજારમાં તેજીના કારણે સ્ટીલની કિંમતોમાં વધારાની માગ કરી રહ્યાં છે. સપ્લાઈ અને ડિમાંડમાં નાણાકીય વર્ષ 20ના બીજા ત્રીમાસીક છે. મહામારીના કારણે બંધ થયા બાદ મળેલી ટેકનીકલ સમસ્યાઓ અને વધતા ઓર્ડર બૈકલોગ સામે ઝઝુમી રહી છે.
તમારા ઉપર શું થશે અસર ?
સ્ટીલ મોંધી થવાથી સામાન્ય લોકો ઉપર તેની અસર પડશે. ઘર અને ગાડી મોંઘા થઈ જશે. સ્ટીલથી બનેલા પ્રોડક્ટ મોંઘા થઈ જશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સ્ટીલ મોંઘુ થવાથી ઘરોની કિંમતમાં 70થી 80 રૂપિયા પ્રતિ વર્ગ ફૂટ વધી જાય છે. તો કારની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. 1લી એપ્રીલથઈ ઓટો કંપનીઓ પણ પોતાની ગાડીઓની કિંમતમાં વધારો કરી રહી છે. તે પણ સ્ટીલ મોંઘુ થવાની અસર છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31