Last Updated on March 30, 2021 by
પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનની અધ્યક્ષતામાં કાપડ મંત્રાલયે દેશના ટેક્સટાઈલ માર્કેટમાં પડી રહેલી કપાસની ખોટને પૂરવા માટે હવે ભારતમાંથી કપાસની આયાત પર મુકેલા પ્રતિબંધને હટાવવા માટે ભલામણ કરી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કાપડ મંત્રાલયે ભારતમાંથી કપાસની અને સૂતરના દોરાની ફરી આયાત શરુ કરવા માટે કેબિનેટની ઈકોનોમિક કમિટિની મંજૂરી માંગી છે. એક અધિકારીએ કહ્યું હતું કે, પ્રતિબંધ હટાવવા માટે એક સપ્તાહ પહેલા કમિટિને અનુરોધ કર્યો છે. એ પછી તેને મંત્રી મંડળની મંજૂરી માટે મુકવામાં આવશે.
પાકિસ્તાનમાં કપાસનું ઓછું ઉત્પાદન થતા ભારતે ઝુકવું પડ્યુું
ભારત સામે પાકિસ્તાનને ઝૂકવું પડયું છે કારણકે પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન ઓછું થયું છે. પાકિસ્તાનમાં ઉદ્યોગોને અમેરિકા, બ્રાઝિલ અને ઉઝબેકિસ્તાન જેવા દેશોથી કપાસ આયાત કરવાની ફરજ પડી રહી છે. પાકિસ્તાનને આ વર્ષે 12 મિલિયન કપાસની ગાંસડીઓની જરુર છે પણ ઘરઆંગણાના ઉત્પાદનથી તેની માત્ર 7.7 મિલિયન ગાંસડીઓની જરુરિયાત પૂરી થઈ શકે તેમ છે.
ભારત તરફથી આયાત કરવામાં આવતું કપાસ સસ્તું પડે
બીજી તરફ ભારતથી જો કપાસની આયાત કરવામાં આવે તો તે સસ્તું પડે તેમ છે. ત્રણથી ચાર દિવસમાં કપાસનો જથ્થો પાકિસ્તાન પણ પહોંચી શકે છે. જ્યારે બાકીના દેશોમાંથી કપાસની આયાત મોંઘી પડી રહી છે અને કપાસ પહોંચવામાં વધારે સમય પણ લાગી રહ્યો છે.
પાકિસ્તાનની નિકાસમાં 60 ટકા ફાળો ટેક્સટાઈલ માર્કેટનો છે. જો કપાસ ઓછો પડે તો નિકાસને પણ ફટકો પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી તેના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથેના વેપારને બંધ કરી દીધો હતો પણ હવે પાકિસ્તાનની સાન ઠેકાણે આવી રહી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31