Last Updated on March 30, 2021 by
શું તમે પણ પોતાની પુત્રી માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી રાખ્યું છે. જો આવું હોય તો તમારી પાસે પૈસા જમા કરાવવા માટે માત્ર કાલ સુધીનો સમય છે. જો 31 માર્ચ પછી તમે પૈસા જમા કરાવો છો તો તમારે પેનલ્ટી દેવાની રહેશે. જણાવી દઈએ કે, આ સ્કિમ હેઠળ તમે પોતાની પુત્રી માટે ઓછામાં ઓછી 500 અને તેનાથી વધારે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આ એકાઉન્ટ ખોલવાતાની સાથે જ પુત્રીના ભણતર માટે આગળ થનારા ખર્ચમાં ઘણી રાહત મળશે.
રકમ જમા નહીં થાય તો આટલી લાગશે પેનલ્ટી
જો દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા નથી કરાવી રહ્યા તો એકાઉન્ટ બંધ થઈ જશે અને તે વર્ષ માટે જમા રાશિ માટે આવશ્યક ન્યુનતમ રકમની સાથે 50 રૂપિયા પ્રતિ વર્ષ પેનલ્ટી સાથે રિવાઈઝ કરી દેવામાં આવશે. એકાઉન્ટ ખોલ્યાના 15 વર્ષ બાદ રિએક્ટિવેશન થઈ શકે છે.
મળી જશે આશરે 15 લાખ રૂપિયા
1 એપ્રીલ 2021માં નવા વ્યાજદરો લાગુ થઈ જશે. જણાવી દઈએ કે, તમે આ સ્કીમમાં દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરી શકો છો એટલે કે વાર્ષિક 36000 રૂપિયા ઉપર 14 વર્ષ બાદ 7.6 ટકા વાર્ષિક કંપાઉન્ડિંગના હિસાબથી તમને 9,11,574 રૂપિયા મળી જશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરીટી ઉપર આ રકમ આશરે 15,22,221 રૂપિયા થશે.
12500 જમા થશે તો મળશે આટલું વ્યાજ
દર મહિને 12500 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 14 વર્ષમાં 7.6 ટકાના વાર્ષિક કંમ્પાઉન્ડિગના પ્રમાણે હિસાબથી આ રકમ 37,98,225 રૂપિયા મળી જશે. તે બાદ 7 વર્ષ સુધી વાર્ષિક આ રકમ ઉપર 7.6 ટકાના વાર્ષિક કંપાઉન્ડિંગના હિસાબે રિટર્ન મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરીટી ઉપર આ રકમ આશરે 63,42,589 રૂપિયા થઈ જશે.
ક્યાં સુધી ચલાવી શકાય છે એકાઉન્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલ્યા બાદ તે ગર્લ ચાઈલ્ડ 21 વર્ષની કે 18 વર્ષની ઉંમર બાદ તેના લગ્ન થાય ત્યા સુધી ચલાવી શકાય છે. જો દરવર્ષે ન્યુનતમ 250 રૂપિયા જમા નથી થતા તો એકાઉન્ટ બંધ થઈ જશે અને તે વર્ષની જમા રાશિ માટે આવશ્યક ન્યુનતમ રાશિની સાથે 50 રૂપિયા પ્રતિવર્ષ પેનલ્ટીની સાથે રિવાઈઝ કરવામાં આવશે. એકાઉન્ટ ખોલ્યા પછી 15 વર્ષ સુધી રિએક્ટીવેશન થઈ શકશે.
દેવા પડશે આ ડોક્યુમેન્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે તમારે ફોર્મની સાથે પોસ્ટ ઓફિસ કે બેંકમાં પોતાની પુત્રીનું બર્થ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. આ સિવાય બાળકીના માતા-પિતાનું ઓળખપત્ર જેવા કે પાનકાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અને જ્યાં રહો છો ત્યાંનું પ્રમાણપત્ર એટલે કે પાસપોર્ટ, રાશનકાર્ડ, વીજબિલ, ટેલીફોન બિલ, પાણીનું બિલ જમા કરાવવાનું રહેશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31