Last Updated on March 30, 2021 by
આફ્રિકાના દેશ મોઝામ્બિક્યૂના પાલમા શહેરમાંથી છેલ્લા અમુક દિવસોથી લોકો સ્થળાંતર કરી રહ્યાં છે. લાંબા સંઘર્ષ બાદ આતંકી સંગઠન આઈએસઆઈએસ (ISIS)દ્વારા આ શહેર પર કબજો કરવામા આવ્યો છે. આતંકી સંગઠન દ્વારા અહીં સતત લોકો પર હુમલો કરવામા આવી રહ્યો છે. અહીંથી એક બ્રિટિશ કોન્ટ્રાક્ટર પણ ગુમ છે.
ISISએ 50 જેટલા લોકોને ગળા કાપી હત્યા કરી
ફિલ માવેર નામના કોન્ટ્રાક્ટર જે હોટલમાં રોકાયા હતા તેને આતંકવાદીઓએ ઘેરી હુમલો કર્યો હતો અને એક અહેવાલ અનુસાર આતંકી સંગઠને 50 જેટલા લોકોને ગળા કાપી હત્યા કરી હતી. ફિલ માવેરના ભાઈએ આ અંગે જણાવ્યું કે, તેઓ નથી જાણતા કે તેમનો ભાઈ જીવીત છે કે નહીં પરંતુ તેમને એટલી ખબર છે કે તેમના ભાઈ રોકાયા હતા તે હોટલ પર આતંકીઓએ હુમલો કર્યો હતો.
પાલ્મામાં 24 માર્ચથી જબરદસ્ત હિંસા
પાલમા શહેરમાં આફ્રિકાની સૌથી મોટી ગેસ ફિલ્ડ આવેલી છે. પાલમા પર આતંકી સંગઠને 24 માર્ચથી હુમલો કર્યો હતો અને સતત ચાલેલા હિંસક ઘર્ષણ બાદ તેણે શહેર પર કબજો મેળવી લીધો છે. યુએન પ્રવક્તા સ્ટીફન ડુજેરિકે આ વિશે વાત કરતાં કહ્યું છે કે અમે પાલ્માની સ્થિતિ વિશે ખૂબ ચિંતિત છીએ. અહીં 24 માર્ચથી જબરદસ્ત હિંસા શરૂ થઈ ગઈ છે અને આ હિંસા પછી અહીં ઘણાબધા લોકોનાં મૃત્યુ થયાં છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31