GSTV
Gujarat Government Advertisement

Beauty Tips/ આ ત્રણ ફૂલોથી બનેલ ફેસ માસ્કને લગાવવાથી ચહેરા પર આવશે નિખાર, જાણો ઘરે કેવી રીતે બનાવશો

ફેસ

Last Updated on March 30, 2021 by

તમારી સ્કિનને બેડાગ અને જુવાન બનાવવાની ચાહત બધામાં હોય છે. સારી ત્વચા માટે સ્કિન કેર રૂટિનને ફોલો કરવું ખુબ જરૂરી છે. હેલ્દી સ્કિનને પર્યાપ્ત સમય અને દેખરેખની જરૂરત હોય છે. જો કે લોકો જેટલી આ પ્રક્રિયાને મુશ્કેલ માને છે એટલી નથી. તમે ઘરે રહીને પણ ત્વચાની સંભાળ રાખી શકો છો. ઘર પર બનેલ ફેસ પેકથી સ્કિનને પોષણ મળે છે. જેનાથી ત્વચામાં નિખાર આવે છે. કુલ ફૂલથી બનેલ આ પેક ઘણી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.

બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ, પિમ્પલ્સ, ડાર્ક સર્કલ અને બેજાન ત્વચાથી રાહત આપવવામાં આ ફેસ પેક મદદગાર છે. ફુલોમાં હાજર તત્વ સુગંધ સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. આ ત્વચાની દેખરેખ માટે અપનાવવામાં આવતા પ્રાકૃતિક નુસ્ખામાંથી એક છે. આવો જાણીએ…

ગુલાબની પાંખડીઓથી બનેલો ફેસ પેક

ગુલાબનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકારક છે, તેમાં તાજગી આપવાના ગુણધર્મો છે. ગુલાબ ત્વચાને મુલાયમ અને નરમ બનાવવામાં પણ મદદગાર છે. તેને બનાવવા માટે સુકા ગુલાબની પાંખડી પીસી લેવો. હવે 1 બાઉલમાં 2 ચમચી ગુલાબ પાવડર નાખો અને વીટ ફ્લેક્સ 1 ચમચી ઉમેરો. પછી થોડું દૂધ નાખો અને ગાઢું મિશ્રણ તૈયાર કરો. હવે તેને ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવો અને પછી તેને ધોઈ લો.

લવંડર અને ઓટ્સ માસ્ક

લવંડરમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે પિમ્પલ્સ, ડાગ અને લાલાશને દૂર કરવામાં મદદગાર છે. તેમાં સારી સુગંધ તેમજ સાથે ત્વચાને રિલેક્સ કરવાના ગુણધર્મો છે. જ્યારે ઓટ પણ ત્વચાને એક્ફોલિએટ કરે છે. લવંડરની પાંખડીઓ ઉકાળો અને પીસી લો. ત્યારબાદ તેમાં ક્રસડ ઓટ ઉમેરો. હવે આ બંને ઘટકોને મિક્સ કરો અને મિશ્રણ ચહેરા પર લગાવો. સૂકાયા પછી ચહેરો ધોઈ લો.

હિબિસ્કસ ફેસ પેક

ત્વચા

હિબિસ્કસથી બનેલો ફેસ પેક એક કુદરતી ઉપાય છે, તે ત્વચામાંથી ઝેર અને ગંદકી દૂર કરવામાં મદદગાર છે. આનાથી ચહેરા પર એક અલગ ગ્લો આવે છે. તે ત્વચાપરથી તેલ, પિમ્પલ્સ અને ખીલને દૂર કરવામાં મદદગાર છે. પહેલા આ ફૂલની કેટલીક પાંખડીઓ ઠંડા પાણીમાં ભળીને મેશ કરો. ત્યારબાદ તેને ગાળીને પાણીને અલગ કરો. હવે પાણીમાં 3 ચમચી ઓટ્સ અને કેટલાક ટી ટ્રી તેલ ઉમેરીને ગાઢું મિશ્રણ બનાવો. પછી તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટમાં ધોઈ લો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો