Last Updated on March 30, 2021 by
આજના સમયમાં ડાગની પરેશાની સામાન્ય થઇ ચુકી છે. ચહેરા પર ડાગ સાથે જે બીજી વસ્તુ પરેશાન કરે છે એ છે ડાર્ક સર્કલ્સ. વર્તમાન સમયમાં પર્શનલ કાર્ય ક્ષેત્રનો તણાવ, વર્ક પ્રેસર એટલું વધી જાય છે લોકોમાં સુવાની સમસ્યા વધી જાય છે. સાથે જ ઘણી વખત થાક, સનલાઇટમાં વધુ સંપર્કમાં આવાથી અને પાણી ઓછું પીવાથી પણ ડાર્ક સર્કલ થઇ જાય છે. આંખો નીચે થનારા કાળા ડાગ પર સૌની નજર સરળતાથી પડી જાય છે. એવામાં દરેક એનાથી છુટકારો મેળવવા ઉપાય અપનાવે છે.
ઘણા લોકો એને છુપાવવા માટે મેકઅપનો સહારો લે છે. પરંતુ આ માત્ર ટેમ્પરરી ઉપાય છે જે સ્કિનને નુકસાન પહોંચાડે છે. એવામાં ઘરેલુ ઉપાયનો ઉપયોગ કારગર સાબિત થાય છે. ડાર્ક સર્કલની પરેશાનીને દૂર કરવામાં આઈ માસ્ક મદદરૂપ સાબિત થઇ શકે છે. આવો જોઈએ એને ઘરે બનાવવાની વિધિ.
બટાટા અને ફુદીનાથી બનેલા માસ્ક
બટાટા ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે મોટાભાગના લોકો આનાથી પરિચિત છે. તે ડાર્ક સર્કલને દૂર કરવામાં પણ અસરકારક છે. બટાટામાં હાજર ગુણધર્મો ત્વચાને નિખારવાનું કામ કરે છે. સાથે જ ફુદીના આંખો કાળા ડાગ દૂર કરવામાં પણ મદદગાર છે. ફક્ત આ જ નહીં ફુદીમાં કુલિંગ ઇફેક્ટ્સ હોય છે જે ડાર્ક સર્કલ અને આંખની બળતરા ઘટાડે છે.
ગુલાબ જળ
ગુલાબજળનો ઉપયોગ ત્વચાને સુધારવામાં મદદગાર છે. આટલું જ નહીં ત્વચાની અનેક સમસ્યાઓ દૂર કરવામાં પણ તે મદદગાર છે. ડાર્ક સર્કલની સમસ્યા દૂર કરવામાં ગુલાબજળ પણ મદદગાર છે. સૌ પ્રથમ, સુતરાઉ બોલને ગુલાબ જળમાં પલાળો અને તેને તમારી આંખો પર રાખો. દરરોજ આ વિધિને અનુસરો.
કોફી માસ્ક
કોફી માસ્ક આંખો પરથી ડાર્ક સર્કલને દૂર કરવામાં પણ મદદગાર છે. પ્રથમ, કોફી પાઉડરમાં નાળિયેર તેલ ઉમેરો. જો તમે ઇચ્છો તો તમે નાળિયેર તેલને બદલે મધનો પણ ઉપયોગ કરી શકો છો. ગાઢ મિશ્રણ તૈયાર કરો અને આંખો નીચે લાગુ કરો. થોડીવાર પછી તેને ધોઈ લો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31