Last Updated on March 30, 2021 by
Pradhan Mantri Vay Vandan Yojana: પ્રધાનમંત્રી વય વંદન યોજનામાં રોકામ કરીને તમે તમારુ પેન્સન તો ફિક્સ કરી જ શકો છો સાથે જ ઉમદા રિટર્ન પણ પ્રાપ્ત કરી શકો છો. એક રીતે આ પેન્શન સ્કીમ છે. તેમાં વરિષ્ઠ નાગરિકોને 10 વર્ષ સુધી નિશ્વિત દરે ગેરેન્ટીડ પેન્શન મળે છે. આ ઉપરાંત આ સ્કીમમાં ડેથ બેનેફિટની પણ રજૂઆત કરવામાં આવી છે. શરૂઆતમાં આ પેન્શન સ્કીમ 31 માર્ચ 2020 સુધી માટે હતી. પછીથી તેને વધારીને 31 માર્ચ 2023 કરી દેવામાં આવી છે.
યોજના માટે લઘુત્તમ વય મર્યાદા 60 વર્ષ
પ્રધાનમંત્રી વય વંદના યોજના માટે લઘુત્તમ વય મર્યાદા 60 વર્ષ છે. તેની સીધી અસર એ છે કે 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આ સ્કીમ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં મહત્તમ ઉંમરની કોઇ મર્યાદા નથી. કોઇપણ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં મહત્તમ 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. આ યોજનાની શરૂઆત 4 મે 2017ના રોજ કરવામાં આવી હતી.
વરિષ્ઠ નાગરિકોને 8 ટકા સુધી વ્યાજ મળશે
આ યોજનામાં રોકાણ કરવા પર વરિષ્ઠ નાગરિકોને 8 ટકા સુધી વ્યાજ મળે છે. તેમાં વાર્ષિક પેન્શન વિકલ્પ પસંદ કરવા પર 8.3 ટકા સુધી વ્યાજ મળે છે. આ યોજના સોશિયલ સિક્યોરીટી સ્કીમ છે. આ યોજના ભારત સરકારની છે, પરંતુ તેને ભારતીય જીવન વીમા નિગમ સંચાલિત કરી રહ્યું છે. શરૂઆતમાં તેની મહત્તમ સીમા સાત લાખ રૂપિયા હતી, જેને વધારીને હવે 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
યોજનામાં પેન્શન પસંદ કરવાના અનેક વિકલ્પ
આ યોજનામાં પેન્શન પસંદ કરવાના અનેક વિકલ્પ છે. જો તમે એક વર્ષ, છ મહિના, ત્રણ મહિના અથવા એક મહિનાનો વિકલ્પ પસંદ કરો છો. તો તમને તે જ પ્રમાણે પેન્શનનો લાભ મળે છે. તમે ઑનલાઇન અથવા ઑફલાઇન કોઇપણ માધ્યમથી આ પોલીસી ખરીદી શકો છો. જો તમે આ સ્કીમની વધુ જાણકારી ઇચ્છતા હોય તો એલઆઇસીની ઑફિશિયલ વેબસાઇટ પર લૉગઇન કરી શકો છો. અથવા તો નજીકની એલઆઇસી ઑફિસનો સંપર્ક સાધી શકો છો.
આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે જો કોઇ પોલીસીધારક આ યોજનાથી સંતુષ્ટ નથી તો તે પોલીસી લીધાના 15 દિવસની અંદર તેને પરત લઇ શકાય છે. જો પોલીસી ઑનલાઇન લેવામાં આવી છે તો 30 દિવસની અંદર તેને પરત લઇ શકાય છે. રિફંડની સ્થિતિમાં સ્ટેંપ ડ્યૂટી અને જમા કરવામાં આવેલી રકમનુ પેન્શન કાપીને ખરીદ મૂલ્ય રિફંડ કરવામાં આવે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31