Last Updated on March 30, 2021 by
નાણાકીય વર્ષ 2020-21 ખતમ થવા આવ્યું છે. એવામાં જે ટેક્સપેયર્સે ટેક્સ સેવિંગ પ્લાન્સમાં અત્યાર સુધી રોકાણ કર્યું નથી તો તેમણે છુટ્ટીઓના કારણે પરેશાન થવાની જરૂરત નથી. તેઓ ઓનલાઇન પ્રોસેસ પુરી કરી ટેક્સ સેવિંગ પ્લાન્સમાં રોકાણ કરી પોતાની જવાબદારીઓ ઘટાડો શકે છે. એ ઉપરાંત રોકાણ તેમજ ટેક્સ સાથે જોડાયેલ કેટલીક મહત્વની વાતો પર બચેલા દિવસો ખતમ થવા પહેલા વિચાર કરી લેવો જરૂરી છે. ત્યાર પછી ટેક્સ સેવિંગ પ્લાનિંગ પુરી કરી લેવી જોઈએ. આવો જાણીએ કે રોકાણ સાથે જ કેટલાક ઉપાય દ્વારા ટેક્સ જવાબદારી કેવી રીતે ઓછી કરી શકાય છે.
કરદાતાઓ સૌથી પહેલા ચેક કરવું જોઈએ કે તેમણે નાણાકીય વર્ષ 2019-20 અથવા આકલન વર્ષ 2020-21 માટે ઇનકમ ટેક્સ દાખલ કર્યું છે કે નહિ. જો તમે અત્યાર સુધી એવું કર્યું નથી તો 31 માર્ચ 2021 પહેલાથી જ 2020-21નો આઈટીઆર ફાઈલ કરી દેવો. હવે તમારે આના માટે લેટ ફી અથવા દંડ તરીકે 10 હજાર રૂપિયા ભરવા પડશે. એ ઉપરાંત જો તમે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નોકરી બદલો છો તો જુઓ કે નવી કંપનીમાં ફોર્મ 12બી જમા કરી દેવામાં આવ્યું હતું કે નહિ. આ ફોર્મમાં જૂની કંપની તરફથી થયેલ ઇનકમ અને ટેક્સ ડીડક્શનનો આખો બ્યોરા હોય છે. નવી કંપની આ બ્યોરાના આધાર પર ફોર્મ 16 જારી કરે છે. જો તમે એવું નહિ કરો તો તમારી ટેક્સ રકમ વધી જશે.
નાણાકીય વર્ષ ખતમ થવા પહેલા PPF અને NPSમાં જમા કરી નક્કી કરો વાર્ષિક રકમ
પબ્લિક પ્રોવિડંડ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમ દર નાણાકીય વર્ષેમાં નિશ્ચિત રકમનું રોકાણ કરવું જરૂરી છે. જો આ કરવામાં નહીં આવે તો પીપીએફ અને એનપીએસ ખાતા ફ્રીઝ થઈ જાય છે. આ પછી, તેમને ફરી ચાલુ કરવામાં ઘણો સમય લાગે છે. કેટલીકવાર તમારે આ માટે દંડ ભરવો પડી શકે છે. એનાથી બચવા માટે બાકીના બે દિવસમાં લઘુતમ રકમનું રોકાણ કરો. 40 હજાર રૂપિયાની બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર અથવા 50 હજાર રૂપિયાથી વધુના સિનિયર સિટિઝન્સ માટે વ્યાજની આવક માટે ટીડીએસ કાપવામાં આવે છે. આ કપાતને ટાળવા માટે, ફોર્મ -15જી / ફોર્મ -15એચ બેંકમાં જમા કરવામાં આવે છે. 31 માર્ચ પહેલાં આ ફોર્મ્સ બેંકરને સબમિટ કરો.
કંપની જમા નથી કરી રહી રોકાણ દસ્તાવેજો તો શું કરશો
જો કરદાતાએ તમામ ટેક્સ બચતનું રોકાણ કરી લીધું છે તો તેના દસ્તાવેજને તેના એમ્પ્લોયર પાસે સબમિટ કરો. જો કે, મોટાભાગની કંપનીઓ આવા તમામ દસ્તાવેજો ફક્ત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જ તેમના કર્મચારીઓને સુપરત કરે છે. જો તમારી કંપનીએ પણ રોકાણના દસ્તાવેજો સબમિટ કર્યા છે અને હવે સબમિટ કરવાનો ઇનકાર કરી રહ્યાં છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવતા નાણાકીય વર્ષમાં આઇટીઆર ફાઇલ કરતી વખતે તમે આ દસ્તાવેજો દ્વારા તમારી ટેક્સ લાયબિલિટી ઘટાડી ટેક્સ રિફંડ માટે ક્લેમ કરી શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31