GSTV
Gujarat Government Advertisement

રાહત / હોળીના બીજા દિવસે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરના ભાવ

પેટ્રોલ

Last Updated on March 30, 2021 by

સરકારી ઓઇલ કંપનીએ એક સામાન્ય નિર્ણય લઈને સામાન્ય માણસને રાહત આપી છે. આઈઓસીએ પેટ્રોલની કિંમતમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત આજે 22 પૈસા અને ડીઝલની કિંમતમાં 23 પૈસાનો ઘટાડો થયો છે. મંગળવારે (30 માર્ચ 2021) દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા પર આવી ગઈ છે. તે જ સમયે, ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ 80.87 પર પહોંચી ગયો છે. આ સિવાય મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 87.96 રૂપિયા છે. એ જ રીતે, કોલકાતામાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 90.77 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 83.75 રૂપિયા છે, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 92.58 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 85.88 છે.

નિષ્ણાતો કહે છે કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થાનિક સ્તરે નીચે આવી ગયા છે. સુએઝ કેનાલમાં ફસાયેલું વહાણ નીકળી ગયું છે. તેથી જ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે.

25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો કેવી રીતે

તમારા શહેરના નજીકના પેટ્રોલ પંપ પર આજે પેટ્રોલ-ડીઝલની શું કીંમત છે તે તમે જાતે સરળતાથી જાણી શકો છો. જે માટે તમારે SMS અથવા ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ જુઓ. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર તમારે RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ હોય છે. જે તમને https://iocl.com/ ની વેબસાઈટ પરથી મળી જશે.

દરરોજ સવારે કિંમતો બદલાય છે

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોમાં ફેરફારનો અમલ કરે છે અને તેમની વેબસાઇટ પર જાણ કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો તમે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પેટ્રોલના ભાવમાં વધારો જોશો, તો તે ત્યારથી લગભગ 7 રૂપિયા સુધી મોંઘુ થઈ ગયું છે. આ જ રીતે ડીઝલ પણ પ્રતિ લિટર 7.60 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

મોટા શહેરોના ભાવ

દિલ્લી પેટ્રોલ 90.56 અને ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈ પેટ્રોલ 96.98 અને ડીઝલ 87.96 રૂપિયા પ્રતિ લીટર
કોલકત્તા પેટ્રોલ 90.77 અને ડીઝલ 83.75 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નઈ પેટ્રોલ 92.58 અને ડીઝલ 85.88 રૂપિયા પ્રતિ લીટર
નોએડા પેટ્રોલ 88.91 અને ડીઝલ 81.33 રૂપિયા પ્રતિ લીટર
ગુરુગ્રામ પેટ્રોલ 88.52 અને ડીઝલ 81.45 રૂપિયા પ્રતિ લીટર
પટના પેટ્રોલ 92.89 અને ડીઝલ 86.12 રૂપિયા પ્રતિ લીટર
ચંડીગઢ પેટ્રોલ 87.14 અને ડીઝલ 80.57 રૂપિયા પ્રતિ લીટર

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો