Last Updated on March 29, 2021 by
કોટક મહિન્દ્રા બેંકે ફિક્સ્ડ ડિપોઝીટ ઉપર વ્યાજના દરમાં ફેરફાર કર્યો છે. કોટક મહિન્દ્રા બેંકે 7થી 30 દિવસ, 31થી 90 દિવસ અને 91થી 179 દિવસમાં મેચ્યોર થનારી એફડી ઉપર ક્રમશઃ 2.5 ટકા, 2.75 ટકા અને 3.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. કોટક મહિન્દ્રા બેંક 180 દિવસ અથવા એક વર્ષથી ઓછા સમયગાલામાં મેચ્યોર થનારી એફડીનો વ્યાજદર 4.40 ટકા છે. બેંક એક વર્ષથી 389 દિવસ સુધી મેચ્યોર થનારી જમા માટે 4.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. વરિષ્ઠ નાગરિકો અને સામાન્ય નાગરિકો કરતા 50 બેઝીક પોઈન્ટ એટલે કે, 0.50 ટકા વ્યાજ વધારે મળે છે. બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી ઉપર 3 ટકાથી 5.8ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
નવા વ્યાજ દરો
બેંક 390 દિવસથી 23 મહિનાથી ઓથા સમયમાં મેચ્યોર થનારી એફડી ઉપર હવે 4.90 ટકા વ્યાજ દેશે. કોટક મહિન્દ્રા બેંક 23 મહિનાથી 3 વર્ષથી ઓછામાં મેચ્યોર થનારી ડિપોઝીટ ઉપર 5 ટકા વ્યાજ દર આપશે. 4 વર્ષથી વધારે અને 5 વર્ષથી ઓછી એફડી ઉપર 5.25 ટકા મળશે. બેંક 5 વર્ષથી વધારે અને 10 વર્ષથી ઓછા સમયગાળામાં મેચ્યોર થનારી એફડી ઉપર 5.30 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. નવા દરો 25 માર્ચ, 2021થી લાગૂ થશે.
25 માર્ચથી લાગુ થશે આ વ્યાજ દર
- 7થી 14 દિવસ માટે – 2.50 %
- 15થી 30 દિવસ માટે – 2.50 %
- 31થી 45 દિવસ માટે – 2.75 %
- 46થી 90 દિવસ માટે – 2.75 %
- 91થી 120 દિવસ માટે – 3.25 %
- 181 દિવસથી 269 દિવસ માટે – 4.40 %
- 270 દિવસ માટે – 4.40 %
- 271થી 363 દિવસ માટે – 4.40 %
- 364 દિવસ સુધી – 4.40 %
- 365 દિવસથી 389 દિવસ માટે – 4.50 %
- 390 દિવસ ( 12 મહિના 25 દિવસ ) – 4.90 %
- 391 દિવસ – 23 દિવસથી ઓછા – 4.90 %
- 23 મહિના – 5 %
- 23 દિવસ 1 દિવસથી 2 વર્ષથી ઓછા માટે – 5 %
- 2 વર્ષ-3 વર્ષથી ઓછા માટે – 5 %
- 3 વર્ષથી વધારે પરંતુ 4 વર્ષથી ઓછા માટે – 5.10 %
- 4થી વધારે પરંતુ 5 વર્ષથી ઓછા માટે – 5.25 %
- 5 વર્ષથી વધારે અને 10 વર્ષ – 5.30 %
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31