Last Updated on March 29, 2021 by
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફતીના પાસપોર્ટને અપડેટ કરવા મામલે જમ્મુ-કાશ્મીર પોલીસે મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, પાસપોર્ટ મામલે સીઆઈડીની રિપોર્ટના આધારે અપડેટ કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
મારો પાસપોર્ટ અપડેટ કરવાનો ઈન્કાર કરી દીધો : મેહબૂબા
પૂર્વ મુખ્યમંત્રીએ મેહબૂબાએ ટ્વિટ કરી લખ્યું કે, ‘પાસપોર્ટ ઓફિસે સીઆઈડીની રિપોર્ટના આધાર પર મારો પાસપોર્ટ અપડેટ કરવાનો ઈન્કાર કરી દીધો. કારણ કે આમ કરવું ભારતીય સુરક્ષા માટે જોખમી છે. આ છે ઓગસ્ટ 2019 બાદ હાંસલ કરવામાં આવેલી સામાન્ય સ્થિતિનું સ્તર, જે હેઠળ પાસપોર્ટ ધારક એક પૂર્વ મુખ્યમંત્રી એક શક્તિશાળી દેશની અખંડતા માટે જોખમ મનાય છે.’
Passport Office refused to issue my passport based on CID’s report citing it as ‘detrimental to the security of India. This is the level of normalcy achieved in Kashmir since Aug 2019 that an ex Chief Minister holding a passport is a threat to the sovereignty of a mighty nation. pic.twitter.com/3Z2CfDgmJy
— Mehbooba Mufti (@MehboobaMufti) March 29, 2021
મેહબૂબા મુફતી પાસપોર્ટ મુદ્દે કરશે હાઈકોર્ટમાં અરજી
મુફતીના પાસપોર્ટની અંતિમ તારીખ 31 મે 2019 હતી, જે પછી તેમણે અપડેશન માટે અપીલ કરી હતી. હવે તેઓ પાસપોર્ટ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31