GSTV
Gujarat Government Advertisement

હેલ્થ/ બિમારીઓને દૂર ભગાડનારી અળસીના છે ગજબ ફાયદા, જાણશો તો આજથી જ કરવા લાગશો સેવન

અળસી

Last Updated on March 29, 2021 by

વર્તમાન સમયમાં આપણે બધા આપણા કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપણે આપણા શરીરની કાળજી લેતા નથી. આને કારણે, આપણા શરીરમાં કેટલા રોગો ઘર બનાવે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો ડરશો નહીં, પરંતુ તમારા આહારમાં એક નાનકડી વસ્તુનો સમાવેશ કરીને, તમે આ જોખમોથી પોતાને બચાવી શકો છો. આ વસ્તુ જેટલી નાની છે એટલી જ વધુ અસરકારક સાબિત થાય છે. અમે અળસી વિશે વાત કરી રહ્યા છીએ. અળસીના નાના બીજમાં શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વો છુપાયેલા છે, જે ઘણાં ગંભીર રોગોથી રાહત આપવામાં મદદ કરે છે.

અળસીના બીજ નાના કદના બ્રાઉન-બ્લેક રંગના હોય છે જે આપણને હૃદયરોગથી બચાવે છે. તેમાં રહેલા ફાઇબર્સ કુદરતી રીતે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તે હૃદયની ધમનીઓમાં જમા થયેલ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને લોહીના પ્રવાહમાં સુધારો કરે છે, જે હાર્ટ એટેકની સંભાવના ઘટી જાય છે. અળસીના બીજને વેજીટેરિયન ફિશ પણ કહેવામાં આવે છે. તે ઓમેગા ફેટી એસિડ્સ અને ફાઈબરથી ભરપૂર છે.

વાળ

વાળ માટે રામબાણ છે અળસી

અળસી ખરતા વાળ માટે ખૂબ ફાયદાકારક છે, તે આપણા વાળને ખરતા અટકાવે છે. તંદુરસ્ત અને સ્વસ્થ વાળ માટે વિટામિન અને ખનિજોનું સેવન કરવુ જરૂરી છે, તેવામાં અળસી સૌથી અસરકારક થઈ શકે છે. તે જ સમયે, અળસીના તેલમાં વિટામિન અને ખનિજોની સાથે ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે જે વાળને વધુ સારી પોષણ આપી શકે છે.

અળસીથી મેદસ્વીતા દૂર કરો

ઘણીવાર લોકો વજન ઘટાડવા અંગે ખૂબ ચિંતિત હોય છે, ઘણી કોશિશ કર્યા પછી પણ વજન ઘટાડવાનો યોગ્ય ઉપાય મળતો નથી, આવી સ્થિતિમાં, અળસીનું તેલ તમારા માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. અળસીમાં વજન ઘટાડવા માટે ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે, જે ચરબી ઓગાળવામાં મદદ કરી શકે છે. પેટની ચરબી ઘટાડવા માટે અળસીનું તેલ પણ ફાયદાકારક છે.

અળસી ખાવાથી કેન્સર થશે નહીં

અળસીમાં મળતા તત્વો કેન્સર વિરોધી હોર્મોન્સને અસરકારક બનાવે છે. અળસીના નિયમિત સેવનથી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને આંતરડાનું કેન્સર થવાનું જોખમ પણ ટાળી શકાય છે. એક અધ્યયન મુજબ, અળસીમાં મળતું લિગિનિન એન્ડોમેટ્રિયલ અને ગર્ભાશયના કેન્સરને રોકવામાં પણ મદદગાર છે.

અળસીમાં છુપાયેલી ચમકતી ત્વચાનું રહસ્ય

અઠવાડિયામાં બે વાર અળસી ઉકાળ્યા પછી તેના જેલને ચહેરા પર લગાવવાથી આપણી ત્વચા ગ્લો કરવા લાગે છે, અને આપણા ચહેરાના ડાઘ પણ અદૃશ્ય થઈ જાય છે.

અળસી ખાવાની આ છે સાચી રીત

ખાલી પેટ પર અળસી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, અળસીમાં ઓછા કાર્બન અને વધુ એમિનો એસિડ જોવા મળે છે, જે વજન વધવા દેતા નથી. આ સિવાય અળસીને પીસીને અથવા પાણીમાં પલાળીને પણ ખાઈ શકાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો