Last Updated on March 29, 2021 by
ઘણી વખત એવું થાય છે કે તમે પર્શનલ લોન(Personal Loan) લેવા માટે એપ્લાય કરો છે પરંતુ રિજેક્ટ થઇ જાય છે. આ કોલેટ્રોલ ફી લોન હોય છે. મતલબ બેન્ક એના બદલામાં કઈ માંગતી નથી. આ જ કારણ છે કે એમાં ઇંટ્રેસ્ટ રેટ પણ વધુ હોય છે અને લોન અમાઉન્ટ પણ ઓછી હોય છે. લોન પ્રપોઝલ રિજેકશન માટે ઘણા કારણ હોઈ શકે છે. આવો જાણીએ આ કારણ અંગે.
જયારે તમે લોન માટે એપ્લાય કરો છો ત્યારે બેન્ક બે વાત પર ધ્યાન આપે છે. પહેલું કે બારોઅલ રિપેમેન્ટ કરવા માંગો છો અથવા નહિ, બીજું કે તેઓ રિપેમેન્ટ કરી શકો કે નહિ. સામાન્ય રીતે લેન્ડર જોય છે કે બારોઅરનો ક્રેડિટ સ્કોર કેટલો છે. જો કોઈ ક્રેડિટ સ્કોર 650 અથવા વધુ છે તો એને સરળતાથી લોન મળી શકે છે. જો કે કોરોના કાળમાં 700 અથવા એના ઉપર ક્રેડિટ સ્કોર રહેવા પર લોન મળી જાય છે. ક્રેડિટ સ્કોર ઓછું કરવા પર બેન્ક પ્રપોઝલ રિજેક્ટ કરી દેશે પરંતુ NBFC તમને લોન આપી શકે છે.
ક્રેડિટ હિસ્ટ્રી ખૂબ જરૂરી
કેટલાક લોકો પાસે ક્રેડિટ સ્કોર તૈયાર રહેતો નથી. જો કોઈની પાસે ક્રેડિટ હિસ્ટ્રી નથી તો લેન્ડર લોન આપશે નહીં. જો તમે પગારદાર નથી, લોન ઇએમઆઈ કપાતી નથી, ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ ન હોવા પર તો તમારો સિબિલ સ્કોર જનરેટ થતો નથી. આવી સ્થિતિમાં લોન આપનાર લોન આપવાથી ઇનકાર કરી શકે છે.
દરેક બેંકનો હોય છે ન્યૂનતમ થ્રેશહોલ્ડ
દરેક બેંક પર્શનલ લોન આપવા માટે ન્યૂનતમ થ્રેશહોલ્ડ રાખે છે. ઉદાહરણ તરીકે, જો પગાર 20-30 હજારથી ઓછો હોવા પર બેંક લોન આપતી નથી. જો તમને વધારે લોન જોઈએ છે, તો પગાર પણ વધારે હોવો જોઈએ. આ સિવાય દર મહિને નિયત ખર્ચ વધારે હોય તો પણ બેંક લોન આપતી નથી. આવા કિસ્સામાં, જેમની FOIR (Fixed Obligations to Income Ratio) ઓછી છે એમને સરળતાથી લોન મળે છે.
ઓછી રકમ લો, પછીથી ટોપ-અપ કરો
જો તમારો ક્રેડિટ સ્કોર એટલો સારો ન હોય તો લોન લેનારે ઓછી રકમની લોન માંગવી જોઈએ, ત્યાર પછી તે જ બેંક / નાણાકીય સંસ્થામાંથી લોન ટોપઅપનો વિકલ્પ પસંદ કરો. અત્યાર જ સંભવ છે જયારે પ્રારંભિક હપતાની સમયસર ચૂકવણી કરી હોય. આનાથી લેનારાની ચિંતા ઓછી થશે, તમારે ઓછી લોન માટે નાના હપ્તા પર ઓછો ટેક્સ ચૂકવવો પડશે અને તમારું માસિક બજેટ મર્યાદિત રહેશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31