Last Updated on March 29, 2021 by
આજે એટલે કે સોમવાર, 29 માર્ચે દેશભરમાં ધામધૂમથી હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે હોળી અનેક શુભ સંયોગ લઇને આવી છે. અનેક વિશેષ યોગ બની રહ્યા છે. હોલિકા દહનની પણ આજના દિવસે વિશેષ પરંપરા છે. આ પર્વ ખરાબી પર સારપની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે. હોળી ભેદભાવને દૂર કરતો પર્વ છે. જો કે કોરોના કાળમાં હોળી રમનારે સાવધાની રાખવાની જરૂર છે. તેના માટે સરકારે ખાસ ગાઇડલાઇન જારી કરી છે.
હોળી પર 2588 વર્ષ બાદ આવો યોગ
આ હોળી પર 2588 વર્ષ બાદ આવો યોગ બનવા જઇ રહ્યો છે કે જો તમે એક અચૂક ટોટકા અજમાવી લો, તો તે તમારુ જીવન બદલી નાંખશે. ચાલો તમને જણાવીએ આ ખાસ ઉપાય વિશે…
કામ પર જવાનું મન ન થતું હોય, કારોબારમાં મંદી હોય, ક્યાંક બહાર જવાનું મન ન થતું હોય, બાળકો ભણી ન રહ્યાં હોય, તેમને ઓછા માર્ક્સ આવી રહ્યાં હોય, માથુ દુખતુ હોય, ખાવાનું મન ન થતું હોય, રાતે વારંવાર ઉંઘ ઉડી જતી હોય, શરીર દુખતું હોય, આંખોમાં દુખાવો થતો હોય, આળસ આવતી હોય, તો આ તમામ બીમારીઓનો રામબાણ ઇલાજ છે આ ટોટકા.
જરૂર અજમાવો આ ટોટકા
હોળીના એક દિવસ પહેલા ફાગણ પુર્ણિમાની સાંજે હોલિકા પ્રગટાવવામાં આવે છે. તેનાથી હોલિકા દહન કહેવામાં આવે છે. તો આ ટોટકા એ છે કે જ્યારે હોલિકા દહન થાય, તમારા માથા પરથી સાત વાર મોબાઇલ ફોન ફેરવીને હોલિકાની આગમાં ફેંકી દો અને પછી પાછળ વળીને ન જુઓ.
એક-બે દિવસ તો તમને જરૂર મુશ્કેલી થશે, બેચેની લાગશે, ગુસ્સો આવશે, પરંતુ તમામ પરેશાનીઓથી મુક્તિ મળી જશે. અને તમામ કામ પૂરા થવા લાગશે. અજમાવી જુઓ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31