Last Updated on March 29, 2021 by
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોરોના સંકટના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોની મદદ કરવા માટે શાનદાર પહેલ કરી છે. આ હેઠળ કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં સોનાના આભૂષણોની કિંમતના 90% બરાબર સુધીની લોન લઇ શકે છે. સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ વ્યક્તિ સોનાના આભૂષણોને બેન્ક અથવા ગેર-બેંકિય નાણાકીય કંપની પાસે ગીરો મૂકી સારી લોન લઇ શકે છે. એન માટે કેન્દ્રીય બેંકે ઓગસ્ટ 2020માં ગોલ્ડ લોન માટે મહત્તમ લોન ટુ વેલ્યુ(LTV) રેશિયોને 75%થી વધારી 90% કર્યો હતો. હવે તમે એનો ફાયદો 31 માર્ચ 2021 સુધી લઇ શકો છો. એમાં પણ બેંકોની છુટ્ટીઓને જોતા તમારી પાસે 90% ગોલ્ડ લોન માટે માત્ર 1 દિવસ એટલે 30 માર્ચ 2021 જ બચી છે.
પર્શનલ લોનના મુકાબલે સસ્તી પડે છે લોન
જો તમે બિનખેતી હેતુ માટે ગોલ્ડ લોન લઈ રહ્યા છો, તો ઉતાવળ કરો હોળીની રજા પછી 30 માર્ચે બેંકોમાં કામ થશે. ત્યારબાદ 31 માર્ચ 2021 ના રોજ વર્ષનો અંતિમ દિવસ હોવાને કારણે બેંકોમાં બંધ કામગીરી કરવામાં આવશે. વ્યક્તિગત લોન કરતાં સોનાની લોન ઘણી સસ્તી હોય છે. ઉપરાંત, ગોલ્ડ લોનને મંજૂર થવામાં ખૂબ ઓછો સમય લાગે છે. આવી સ્થિતિમાં કોરોના સંકટ વચ્ચે ગોલ્ડ લોન સામાન્ય લોકોની પહેલી પસંદ બની ગઈ છે. હાલમાં મોટાભાગની બેંકો વાર્ષિક 7 થી 12.50%ના વ્યાજ પર ગોલ્ડ લોન આપી રહી છે. તે જ સમયે, એનબીએફસી 9.24 ટકાથી 12 ટકાના વ્યાજ દર પર આ સુવિધા આપી રહી છે.
ગોલ્ડ લોન માટે ઘરથી નીકળતા પહેલા નક્કી કરી લેવો આ વાત
ગોલ્ડ લેતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. સૌ પ્રથમ, જોઈ લો કે તમારી પાસે સોનાના આભૂષણના બદલામાં જે લોન મળે છે તેના દ્વારા તમારી જરૂરિયાત પૂર્ણ થશે કે નહીં. આ પછી, ગોલ્ડ લોન માટે લાગુ નિયમોના આધારે, તમારી નાણાકીય સંસ્થા પસંદ કરો કે જે તમારી જરૂરિયાત અને ચુકવણીની શરતોમાં તમને શ્રેષ્ઠ અનુરૂપ હોય. તે ખૂબ મહત્વનું છે. સોનાની લોન લીધા પછી તમે તેની ચૂકવણી કેવી રીતે કરશો. જો તમે સમયસર લોન ચૂકવશો નહીં તો તમારે દંડ ભરવો પડી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31