GSTV
Gujarat Government Advertisement

કોરોનાએ મચાવી તબાહી / તેલંગાણાના નરસિમ્હા સ્વામી મંદિરના સ્ટાફમાં 68 લોકો કોરોના પોઝિટીવ, મેગા ટેસ્ટિંગ શરૂ

Last Updated on March 29, 2021 by

તેલંગાણા (Telangana) માં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના ઘણા કેસો સામે આવ્યા પછી આસપાસના વિસ્તારોમાં હલચલ મચી ગઈ છે. મંદિરની આજુબાજુમાં રહેતા લોકોના સંક્રમિત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. મંદિરના 68 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક મેગા કોરોના વાયરસ ટેસ્ટ કેમ્પ લોંચ કરાયો છે. જેથી વધારેમાં વધારે લોકોનો કોરોના ટેસ્ટ થઈ શકે.

આ પહેલા શનિવારે તેલંગાણામાં કોરોનાવાયરસના 495 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના ચેપનું પ્રમાણ વધીને 3.05 લાખ થઈ છે. આ ઉપરાંત મહામારીથી 247 લોકો રિકવર થયા છે. હૈદરાબાદમાં સૌથી વધારે કેસોની સંખ્યા 142 હતી. જે બાદ મેડચલ માલકજગિરી (45), રંગારેડિ (35), નિઝમાબાદ (30), નલગોંડા (21) અને સંગારેડ્ડીમાં 20 નવા કેસ નોંધાયા છે.

બીજી તરફ, છેલ્લા સાત દિવસોમાં ભારતમાં 1.3 લાખથી વધુ કોરોના કેસો જોવા મળ્યાં છે, તેમ જ ભારતના સાપ્તાહિક કોરોના કેસોમાં 51 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, ચેપને કારણે થતા મૃત્યુનાં કેસો પણ ઝડપથી વધી રહ્યાં છે, સાથે જ મૃત્યુનાં કેસોમાં પણ 51 ટકાનો વધારો થયો છે. છેલ્લા કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં રવિવારે 168 દિવસ બાદ સૌથી વધુ કેસ જોવા મળ્યા. અહેવાલ મુજબ, રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડના 68,266 કેસ નોંધાયા છે. અગાઉ, મહારાષ્ટ્રમાં રેકોર્ડ 40414 સંક્રમણ નોંધાયા હતા, ભારતમાં ઓક્ટોબર પછી, માર્ચથી 22 થી 28 માર્ચ વચ્ચે એટલે એક અઠવાડિયામાં 3.9 લાખ કેસોનોંધાયા છે.

પાછલા અઠવાડિયાની તુલનામાં ગયા અઠવાડિયે 15 થી 21 માર્ચ દરમિયાન 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે એક અઠવાડિયામાં 67 ટકાનો વધારો જોવા મળ્યો. એક સાથે, છેલ્લા અઠવાડિયામાં મહામારી શરૂ થયા પછીના કિસ્સાઓમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો