GSTV
Gujarat Government Advertisement

ખુલાસો / કોરોના કહેર વચ્ચે આ બે રાજ્યોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયામાં લોલમલોલ, કેન્દ્ર સરકારના વિશ્લેષણમાં સામે આવી ચોંકાવનારી વાત

Last Updated on March 28, 2021 by

મહારાષ્ટ્ર અને પંજાબમાં જે કોરોનાની કેસની સંખ્યા વધી રહી છે તેનું કેન્દ્ર સરકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. કેન્દ્રનું માનવું છે કે આ બંને રાજ્યોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા પણ યોગ્ય રીતે થઇ રહી નથી.

મહારાષ્ટ્રમાં જેવી કોરોનાથી ઉદભવેલી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેવી જ પરિસ્થિતિ પંજાબમાં પણ છે. અહીં થોડા દિવસોથી કોરોનાથી થતા મોતનો આંકડામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આંકડાની દ્રષ્ટીએ પંજાબમાં કેરળ અને કર્ણાટકની તુલનામાં વધારે મોત થઇ રહ્યા છે. જે હેરાન કરનારી વાત છે. કારણ કે આ રાજ્યોમાં પંજાબ કરતા વધુ આબાદી છે. પંજાબમાં મોતની સંખ્યા વધવા પાછળ મોટું કારણ અહીં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં થઇ રહેલો વિલંબ છે.

કેન્દ્ર સરકારે પંજાબને લઇને જે આંકડા રજૂ કર્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે મોટાભાગના કોરોના દર્દી જ્યારે ગંભીર સ્થિતિમાં હોય છે. ત્યારે જ તેમને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. બીજી વાત એ છે કે પંજાબ અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ યોગ્ય રીતે થઇ રહ્યું નથી. બંને રાજ્યો તરફથી જવાબ દેવામાં આવ્યો કે તેઓ કોઇ વ્યક્તિના સંક્રમિત થયા બાદ ચાર દિવસ બાદ તેના સંપર્કોની તપાસ કરે છે જે એક સારી પ્રક્રિયા છે. પરંતુ આ ચાર દિવસોમાં તેઓ સંક્રમિતના સંપર્કમાં આવનારા લોકોને ઘરમાં જ રહેવા દે છે જ્યારે કે તેમને પણ આઇસોલેટ કરવાની જરૂર છે. જો તેમને ઘરમાં જ આઇસોલેટ કરી શકાય તેમ ન હોય તો તેમને કોવિડ સેન્ટરમાં મોકલી દેવા જોઇએ. કેન્દ્ર સરકારે રાજ્યો સાથેની બેઠકમાં તે વાત પણ જણાવી કે વાસ્તવમાં માત્ર 44 ટકા જ લોકો માસ્ક પહેરી રહ્યા છે. જ્યારે કે એક સંક્રમિત વ્યક્તિ સરેરાશ 406 લોકોને કોરોના વાયરસ સંક્રમિત કરી શકે છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો