GSTV
Gujarat Government Advertisement

Lakshmi Jayanti 2021 : આજે છે લક્ષ્મી જયંતિ, આ શૂભ મુહૂર્ત ઉપર પૂજા કરવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Last Updated on March 28, 2021 by

દર વર્ષે ફાગણ માસની પૂનમની તિથિએ લક્ષ્મી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વિધિવિધાનથી પૂજા કરવાથી ઘરમાં પૈસાની ઉણપ રહેતી નથી. પુરાણો અનુસાર રાક્ષસો અને દેવતાઓ વચ્ચે સમુદ્ર મંથન થયું હતુ અને ત્યારે માતા લક્ષ્મી અવતરીત થઈ હતી. તે દિવસ ફાગણ માસની પૂનમની તિથિ હતી.

લક્ષ્મી જયંતિનું શુભ મુહર્ત

પૂનમની તિથિનો પ્રારંભ 28 માર્ચ સવારે 3.27 વાગ્યાથી 29 માર્ચના રોજ 12.17 વાગ્યા સુધીનો છે.

આવી રીતે કરો પૂજા

આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સારા કપડા પહેરીને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેના માટે પૂર્વ દિશામાં આસન લગાવીને બેસો. તે બાદ માતા લક્ષ્મીના ફોટા પાસે દિપ-ધૂપ કરીને ફુલ, કંકુ, નૈવદ્ય ધરાવો. તે બાદ લક્ષ્મી ચાલીસાના પાઠ અને મંત્રોનો જાપ કરો.

લક્ષ્મી જયંતિનું મહત્વ

લક્ષ્મી જયંતિના દિવસે ફાગણ પૂનમ હોવાના કારણે ઉત્તરા ફાગણ નક્ષત્ર હોય છે. ખાસ કરીને આ તિથિ દક્ષિણ ભારતમાં મનાવવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિ રહે છે. તેની સાથે આર્થિક સંકટ પણ દુર થાય છે. જો તમે આર્થિક સંકટથી પરેશાન છો તો આ તિથિ ઉપર આ ઉપાયો કરવાથી પૈસાની તંગી દુર થશે.

  1. લક્ષ્મી જયંતિના દિવસે પૂજા પાઠ કર્યા બાદ દાન-પૂણ્ય કરો. આવુ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારી તામમ મનોકામનાઓ પૂર્ણ કરશે.
  2. આ દિવસે પૂજા પાઠ કર્યાં બાદ 5થી 7 કન્યાઓને જમાડો. તેને દાન દક્ષિણા આપો. તેનાથી ઘરમાં યશ અને સુખ, સમૃદ્ધિ આવે છે.
  3. માતા લક્ષ્મી પાસે ઘીનો દીવો પ્રજવલીત કરો અને તે ઘીમાં થોડુ કેસર નાંખો, તે બાદ લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો.
  4. દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને માતાનો અભિષેક કરો. માતાને શંખ અતિપ્રિય છે. માનવામાં આવે છે કે શંખ માતા લક્ષ્મીના ભાઈ છે કારણ કે તેની પણ ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમયાન થઈ હતી.
  5. પીળા વસ્ત્રો પહેરીને માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો