Last Updated on March 28, 2021 by
દર વર્ષે ફાગણ માસની પૂનમની તિથીએ હોલિકા દહન કરવામાં આવે છે. આ દિવસે લોકો પૂજા અર્ચના કરે છે અને કેટલીક જગ્યાઓ ઉપર સામૂહિક રૂપથી હોલિકા દહન કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે. હોલિકા ગહનના દિવસે લોકો હોલિકાના પવિત્ર અગ્નીના ચારે બાજુ ફરે છે. માન્યતા છે કે આ અગ્નીમાં તમામ નકારાત્મક ચીજવસ્તુઓ સળગીને રાખ થઈ જાય છે. આ દરમયાન લોકો મુખ્યરૂપે અગ્નીમાં ઘઉંની, ગોબરના થેપલા અને તલ નાંખે છે અને તેના જીવનમાં આવેલા દુઃખો દુર થવાની પ્રાર્થના કરે છે. આ દિવસે કેટલીક વિશેષ ચીજોને અગ્નીમાં નાખવાંથી તમે તમારી મુશ્કેલીઓને દુર કરી શકો છો.
તલ નાંખવાથી મળે છે સારૂ સ્વાસ્થ્ય
જો તમે સારૂ સ્વાસ્થ્યની કામના કરો છો તો તમારે હોળીની અગ્નીમાં તલના દાણા નાંખીને પરિક્રમા કરો. તેનાથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે છે અને તમામ રોગોમાંથી મુક્તિ મળે છે.
ધન લાભ માટે ચંદનના લાકડા
હોલિકા દહનની અગ્નીમાં ચંદનના લાકડા નાંખવા જોઈએ. આવુ કરવાથી ઘરમાં પૈસાની સમસ્યાઓ દુર થાય છે અને ધનની પ્રાપ્તી થાય છે.
નકારાત્મક ઉર્જા દુર કરે છે
જો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાના કારણે સમસ્યાઓ બની છે તો હોળીની અગ્નીમાં હવન સામગ્રીને અર્પીત કરીને સુખમય વૈવાહિક જીવનની પ્રાર્થના કરો.
સુખી વૈવાહિક જીવન માટે
જો તમારા દામ્પત્ય જીવનમાં પરેશાનીઓ ચાલી રહી હોય તો હોળીની પવિત્ર અગ્નિમાં હવન સામગ્રીને અર્પિત કરીને સુખમય વૈવાહિક જીવનની પ્રાર્થના કરો.
બિમારીથી મળે છે મુક્તિ
જો તમે રોગોથી મુક્તિ મેળવવા માંગો છો તો હોલિકાની પવિત્ર અગ્નિમાં લીલી એલચી અને કપુરનો પ્રયોગ કરો. આવુ કરવાથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. અને સાથે જ બિમારીઓથી પણ બચી શકો છો.
રોજગારની સમસ્યાઓ માટે
જો તમને રોજગારની સમસ્યા સતાવતી હોય તો આ અગ્નિમાં પીળુ સરસવના દાણા નાંખો. આવું કરવાથી તમારી રોજગારની પરેશાનીથી છુટકારો મળશે. સાથે જ તમારા વ્યાપારમાં પણ વધારો થશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31