Last Updated on March 28, 2021 by
ઈન્ડોનેશિયાના મકાસ્સર શહેરમાં ઈસ્ટરના પવિત્ર સપ્તાહના પ્રથમ રવિવારે 2 શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરોએ પોતાને એક કેથોલિક ચર્ચ બહાર બોમ્બથી ઉડાવ્યા હતા. એક અહેવાલ અનુસાર, આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના ઈજાગ્રસ્ત થયા હતા.
ઈન્ડોનેશિયાના દક્ષિણ સુલાવેસીના પોલીસ પ્રવક્તા જુલ્પાને જણાવ્યું કે,‘વિસ્ફોટ સમયે લોકો ચર્ચની અંદર હતા. આ હુમલા માટે કોણ જવાબદાર છે તે અંગે હાલ કહી શકાય એમ નથી. જોકે પોલીસને આઈએસથી પ્રેરિત જમા અહશારત દૌલા સંગઠન પર આશંકા છે. આ સંગઠને 2018માં ચર્ચ પર આત્મઘાતી હુમલો કરવાની સાથે સુરબાયા શહેરની પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો.’
ચર્ચના ફાધર વિલ્હેમુસ તુલકે આ હુમલા અંગે જણાવ્યું કે,‘એક શંકાસ્પદ હુમલાખોર બાઈક સાથે ચર્ચના મેદાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષાકર્મીઓએ તેને અટકાવ્યો હતો. આ હુમલામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી અમુકની સ્થિતિ ગંભીર છે.’
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31