Last Updated on March 28, 2021 by
ડાન્સર-એક્ટર નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હોટ તસ્વીર શેર કરતી રહે છે. પોતાના ગ્લેમરસ અને હોટ ફોટોઝના કારણે નોરા હંમેશા સુર્ખીઓમાં રહે છે. આ વખતે નોરાની ફોટો જોઈ ફેન્સ દીવાના થઇ ગયા છે. નોરાએ ગોલ્ડન કલરની ડ્રેસમાં તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે જેના પરથી ફેન્સની નજર નથી હટી રહી.
નોરાએ ગોલ્ડન કલરમાં થાઈ સ્લિમ ગાઉન ફિલ્મફેર એવોર્ડમાં પહેરી હતી. તેમણે તસ્વીર અને વિડીયો એવોર્ડ ફંક્શન પહેલા શેર કરી હતી. નોરાની આ ફોટો અને વિડીયો પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે. નોરાના ફેન્સ તો એમના આ લુક પરથી પોતાની નજર નથી હટાવી રહ્યા. એમની તસ્વીરને 16 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.
હાલમાં જ ગઈ હતી વેકેશન પર
નોરા હાલમાં જ છુટ્ટી માટે માલદીવ ગઈ હતી. જ્યાં ફોટોઝ અને વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી હતી. નોરાની એ ખાસિયત છે કે તેમનો દર વખતે લુક અલગ હોય છે. ક્યારે તેઓ બોલ્ડ લુકઆ જોવા મળે છે તો ક્યારેક ટ્રેડિશનલ લુકમાં. નોરાનો ટ્રેડિશનલ અવતાર પણ ફેન્સને ખુબ પસંદ છે.
બિગ બોસ-9થી ઓળખ
નોરા રિયાલિટી શો બિગ બોસ 9નો ભાગ બની હતી. આ શોએ નોરાને એક અલગ ઓળખ આપી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં પણ જોવા મળી હતી. અહીંથી જ નોરાએ પોતાના ટેલેન્ટને દુનિયાને બતાવી. તેઓ એક મહાન ડાન્સર સાથે માર્શલ આર્ટ્સનો ટ્રેન્ડ છે.
કેવી રીતે બની ડાન્સિંગ ક્વીન
‘બાહુબલી’ સહિતની અનેક ફિલ્મોમાં નોરાએ સ્પેશિયલ અપિયરન્સ કર્યો છે. સત્યમેવ જયતે ફિલ્મથી નોરાને તેની કારકિર્દીમાં નવી ઓળખ મળી. આ ફિલ્મમાં, નોરાએ ગીત દિલબરને રીક્રીએટ કર્યું હતું. આ ગીત સુપરહિટ સાબિત થયું. દરેક તેમના ડાન્સથી દિવાના થઈ ગયા. આ ગીત પછી નોરાએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં.
આ પછી નોરાએ ફિલ્મ સ્ટ્રીમાં ‘કમરીયા’, બાટલા હાઉસમાં ‘ઓ સાકી સાકી’, મરજાવામાં ‘એક તો કમ જિંદગાની’ જેવા બ્લોકબસ્ટર ગીતો આપ્યા. આ સાથે, નોરાએ ઘણા આલ્બમ્સમાં પણ કામ કર્યું છે અને બધાને સફળતા મળી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31