Last Updated on March 28, 2021 by
દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI (State Bank Of India) 44 કરોડ ગ્રાહકોને તહેવાર પર ખાસ ભેટ આપી છે. બેન્ક તરફથી ગ્રાહકોને સસ્તામાં લોનની સુવિધા આપી રહી છે. ખાસ વાત એ છે કે તમને માત્ર પર્શનલ અને હોમ લોન જ ઓછા રેટ પર નહિ મળી રહી પરંતુ બેંકો તમને 5 પ્રકારની લોન ઓછા રેટ પર ઉપલબ્ધ કરાવી રહી છે. બેંકે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.
બેંકે ટ્વીટમાં લખ્યું છે કે એસબીઆઈ તમારી ઋણ આવશ્યકતાને પુરી કરવા અહીં છે, જેથી તમે જીવનના દરેક પડાવ પર આનંદ લઇ શકો છો. એ ઉપરાંત આવેદન કરવા માટે આ લિંક https://sbiyono.sbi પર વિઝીટ કરી શકો છો. એની આગળ બેંકે એક ફોટો પણ જારી કર્યો છે જેના પર લખ્યું છે કે જીવનના દરેક કદમ પર પહેલા SBI.
કઈ લોન કયા રેટમાં મળી રહી છે
- હોમ લોન – 6.70%
- કાર લોન – 7.50%
- ગોલ્ડ લોન – 7.50%
- ઓવરસીઝ એજ્યુકેશન લોન – 9.30%
- પ્રી-એપ્રુવલ લોન – 9.60%
હોમ લોન
SBI હાલ માત્ર 6.70 ટકાના દરે લોન આપી રહી છે. જો કે, આ સૌથી નીચો દર છે અને તે તમારી મિલકત અને સિબિલના આધારે એમાં ફેરફાર કરી શકે છે.
કાર લોન
SBI હાલ 7.50 ટકાના વ્યાજ દરના આધારે લોન આપી રહી છે. વિશેષ વાત એ છે કે SBI 85 મહિના સુધી કાર લોનની સુવિધા આપે છે, એટલે કે તમે સરળતાથી તમારી કાર લોન ધીમે ધીમે ચુકવી શકો છો.
ઓવરસીઝ એજ્યુકેશન લોન
આ સિવાય જો તમે વિદેશમાં ભણવાનું વિચારી રહ્યા છો અને લોન લેવા માંગો છો તો તમને તેના પર 9.30 ટકા વ્યાજ દરના હિસાબે EMI લેવામાં આવે છે.
પ્રિ એપ્રુવલ પર્શનલ લોન
પ્રિ એપ્રુવલ પર્શનલ લોનમાં, તમારે 9.60 ના વ્યાજ દર અનુસાર વ્યાજ ચૂકવવાનું રહેશે. અન્ય બેંકોની તુલનામાં, તે ઘણું ઓછું છે.
ગોલ્ડ લોન
SBI દ્વારા 7.50 ના દરે ગોલ્ડ લોન આપવામાં આવી રહી છે. 50 લાખ રૂપિયા સુધીની લોન સોનું ગિરવે મૂકીને બેંકમાંથી લઈ શકાય છે. આ લોન મેળવવા માટે કાર્યવાહી પણ ખુબ ઓછી હોય છે, જેના કારણે તે પૈસાની વ્યવસ્થા કરવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31