Last Updated on March 27, 2021 by
વોટ્સએપ એક એવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન બની ગઈ છે કે જેનો ઉપયોગ મોટા ભાગના લોકો કરી રહ્યાં છે. નવી પ્રાઇવેસી પોલિસી બાદથી કંપનીને થોડુંક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, પરંતુ વપરાશકર્તાઓના આધાર પર વધારે તફાવત જોવા નથી મળ્યો. તમારામાંથી ઘણાં એવાં લોકો હશે કે જેઓ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં તમે તમામ પ્રકારના ફોટો-વીડિયો અને મેસેજ મોકલતા હોવ છો, પરંતુ આ બધાની વચ્ચે તમે ઘણીવાર અજાણતાં મોટી ભૂલો કરી નાકો છો કે જે તમને જેલની હવા પણ ખવડાવી શકે છે. ત્યારે આજે અમે તમને આ અહેવાલમાં જણાવીશું કે વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે કઈ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
પોર્ન ક્લિક શેરિંગ કરવું
પોર્ન વિશેની પોલીસી ખૂબ જ મજબૂત છે. આવી સ્થિતિમાં, જો તમને વોટ્સએપ પર અશ્લીલ ફોટા અથવા અશ્લીલ વીડિયો શેર કરતા પકડાયા તો તમારે જેલની સજા પણ થઈ શકે છે. આ સિવાય પોલીસી તમારી વિરુદ્ધ સખત પગલાં પણ લઈ શકે છે. ઉપરાંત તમારું વોટ્સએપ એકાઉન્ટ પણ કાયમ માટે બંધ કરી શકે છે.
વ્હોટ્સએપને ફિંગર પ્રિન્ટ અથવા ફેસ આઇડીથી લોક ન કરવું
વ્હોટ્સએપએ ખાસકરીને એપને લોક કરવા માટે ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડી લોકની સુવિધા આપી છે, પરંતુ તેનો ઉપયોગ ઘણા જ ઓછા લોકો કરે છે. આ સેટિંગની સાથે વ્હોટ્સએપમાં ઓટોમેટિક લોકનો વિકલ્પ પણ મળે છે. આ સેટિંગ તમને પ્રાયવસી સેટિંગમાં મળી જશે.
ગ્રુપમાં એડ કરવાની સુવિધા
વ્હોટ્સએપમાં આ સુવિધા આપવામાં આવી છે કે તમે તમારી ઈચ્છાથી કોઈપણ ગ્રુપમાં એડ થઇ શકો છો એટલે કોઈપણ વ્યક્તિ તમને કોઈપણ વ્હોટ્સએપ ગ્રુપમાં એડ નથી કરી શકતા. પરંતુ તેને માટે તમારે સેટિંગ કરવાનું રહે છે. કોઈપણને ગ્રુપમાં એડ કરવાની સુવિધા આપ્યા બાદ તમારી પ્રાયવસી સામે ખતરો છે. માની લો કે ગ્રુપમાં કોઈ આપત્તીજનક વિડીયો પોસ્ટ કરી દીધો અને તમામ લોકોએ ગ્રુપ છોડી દીધું તો તમે આપોઆપ ગ્રુપ એડમીન બની જાઓ છો તો પોલીસ સીધી જ તમારી પૂછપરછ કરશે. તો ગ્રુપ એડ માટેના સેટિંગ જરૂર કરો.
પ્રોફાઈલ ફોટોની સાથે દેવી પડશે જાણકારી
ઘણા લોકોની આદત હોય છે કે પોતાની વ્હોટ્સઅપ પ્રોફાઈલમાં પોતાની સમગ્ર કુંડળી મુકી દેતા હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમારે તેવું કરવું જોઈએ નહીં. પ્રોફાઈલ ફોટોમાં સમગગ્ર પરિવારના ફોટાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.સામાન્ય રીતે પ્રોફાઈલ ફોટોમાં ગ્રુપ ફોટો લગાવાથી બચવું જોઈએ. પ્રોફાઈલ ફોટાની પ્રાઈવેસી માટે ત્રણ વિકલ્પ પણ મળે છે જેનું સેટિંગ તમે કરી શકો છો. તે બાદ તમારી પ્રોફાઈલ ફોટોને તે જ લોકો જોઈ શકે છે. જેને તમે દેખાડવા માંગો છો.
ટુ ફેક્ટર ઓથેટિકેશન ઓન કરવુ
મોટાભાગે લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ ટુ ફેક્ટર ઓથેંટિકેશનનો ઉપયોગ નથી કરતા. એવામાં સિમ સ્વેપ કરીને તમારા નંબર પરથી બીજા વોટ્સએપ એકાઉન્ટ ઉપયોગ થવાની સંભાવનાઓ વધી જાય છે. વોટ્સએપની સેટિંગ્સમાં જઈને ટુ ફેક્ટર ઓથેંટિકેશનને ઓન કરી દો. તે બાદ કોઈ તમારા નંબરથી વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે.
ઑટો બેકઅપ બંધ ન કરવુ
જો ચેક કરવામાં આવે તો મોટાભાગના લોકોનું Whatsapp ઓટોબેકઅપ પર હશે, જે ન હોવુ જોઇએ. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે Whatsapp ફક્ત તમારા પ્લેટફોર્મ પર તમારા મેસેજની પ્રાઇવસીની જવાબદારી લે છે, ગૂગલ ડ્રાઇવ અને આઇક્લાઉડ જેવી થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પર. બેકઅપ હોવાની સાથે જ તમારી ચેટ પ્રાઇવેટ નથી રહેતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં તમે જોયુ જ હશે કે ત્રણ વર્ષ જૂની ચેટ કાઢવામાં આવી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31