GSTV
Gujarat Government Advertisement

જાણવા જેવું / આગામી મહિનાથી ઈન્કમ ટેક્સને લઈને બદલાઈ જશે આ નિયમ, તમે ન જાણ્યા આ નિયમ તો થશે નૂકશાન

Last Updated on March 27, 2021 by

વર્તમાન નાણાકીય વર્ષ હવે ફક્ત થોડા દિવસોમાં સમાપ્ત થઈ જશે. 2021 ના ​બજેટમાં સરકારે વ્યક્તિગત આવકવેરાના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, આ વખતે સરકારે ટેક્સ પાલનને લઈને અનેક ફેરફારોની જાહેરાત કરી છે. આમાંના કેટલાક ફેરફારોને નાણાકીય વર્ષ 2021-22થી લાગુ કરવામાં આવનાર છે. ચાલો જાણીએ આ ફેરફારો વિશે…

રોકાણ

આવકવેરા વિભાગે પહેલેથી ભરેલા આવકવેરા રીટર્ન ફોર્મ્સ 1 એપ્રિલ, 2021 થી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ લાગુ થયા પછી, આવક કરદાતાઓએ જોવું પડશે કે તેમના આઇટીઆરમાં સૂચિબદ્ધ સિક્યોરિટીઝમાંથી પગાર, ટીડીએસ, વ્યાજ અને ડિવિડન્ડ અને મૂડી લાભ વિશે માહિતી છે કે નહીં.

૨. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી કે જો કોઈ પગારદાર વ્યક્તિ નાણાકીય વર્ષ દરમિયાન તેના પીએફ ખાતામાં 2.5 લાખ રૂપિયાથી વધુ ફાળો આપે છે, તો વધારાના ફાળા પરનું વ્યાજ કરપાત્ર રહેશે. જો કે, બાદમાં તેણે એક શરત સાથે તેની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી હતી. શરત એ છે કે એમ્પ્લોયર / કંપની તરફથી ફાળો 12 ટકાથી વધુ ન હોય તો જ 5 લાખ સુધીના યોગદાન પર ટેક્સ છૂટ આપવામાં આવશે. જો કે, હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ટેક્સ વ્યાજ પર વાર્ષિક ધોરણે લેવામાં આવશે કે ઉપાડ સમયે.

75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા ફાઇલિંગમાં મુક્તિ મળશે. જો કે, વરિષ્ઠ નાગરિકોએ ધ્યાનમાં રાખવું પડશે કે તેમની આવક ફક્ત પેન્શન અને બેંક થાપણો પર મળેલા વ્યાજ પર ચૂકવવામાં આવી રહી છે. જો આ કરવામાં નહીં આવે તો તેમને ટેક્સ ભરવો પડી શકે છે.

આવકવેરા કાયદાની કલમ 206 એબી અને 206 સીસીએ હેઠળ, 1 એપ્રિલ 2021 થી, ટીડીએસ સંબંધિત નિયમ પણ બદલાવા જઈ રહ્યો છે. જો કોઈ વ્યક્તિએ આવકવેરા રીટર્ન ભર્યું નથી અને છેલ્લા બે વર્ષમાં ટીડીએસ અને ટીસીએસ તરીકે રૂ .50,000 થી વધુની રકમ બાદ કરી છે, તો તેણે ઓછામાં ઓછું 5% ટીડીએસ અથવા ટીસીએસ ચૂકવવું પડશે. આવા વ્યક્તિ પાસેથી આઇટીઆર પ્રૂફ એકત્રિત કરવાની જવાબદારી અહીં કર ઘટાડનારની રહેશે.

LTC કએશ વાઉચર સ્કીમ

સરકારે લીવ ટ્રાવેલ કંસેશનની જગ્યાએ LTC કેસ વાઉચર સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ કર્મચારીઓની કોઈ નક્કી ગૂડ્સ સર્વિસિસ ની ખરીદી પર LTC અલાઉંસ મલશે. આ સ્કીમ માત્ર 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે. જો કોઈ આ તારીખ સુધી ખરીદી ન કરે તો તેને આ સ્કીમનો લાભ મળતો નથી.

જૂની ટેક્સ વ્યવસ્થાની જગ્યા પર નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ

સરકારે ગત વર્ષે જ બજેટમાં નવી ટેક્સ વ્યવસ્થાની જાહેરાત કરી છે. જોકે, નાણાકીય વર્ષ 2020-21ના ટેક્સ માટે આ વ્યવસ્થા 1 એપ્રિલ 2021થી લાગૂ થશે. ટેક્સપેયર્સ પાસે 31 માર્ચ 2021 સુધી જ ટેક્સ સેવિંગ વિકલ્પમાં રોકાણ કરવાની તક મળશે. ટેક્સપેયર્સ નાણાકીય વર્ષ 2020-21 માટે ટેક્સ રીટર્ન ફાઈલ કરતા સમયે બે ટેક્સ વ્યવસ્થામાં કોઈપણ એક ને પસંદ કરી શકો છો.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો