GSTV
Gujarat Government Advertisement

ટેક ટીપ્સ / WhatsApp મેસેજ ડીલીટ કરવાની જંજટ ખતમ, આવી રીતે ગાયબ થઈ જશે તમારા Message

WhatsApp

Last Updated on March 27, 2021 by

WhatsApp તેના યૂઝર્સો માટે આવનવી સુવિધાઓ લાવતું રહે છે જેથી તેમનો ચેટિંગનો અનુભવ વધુ આનંદદાયક બને. WhatsAppની આવી જ એક સુવિધા મેસેજ ડિસઅપિયરિંગ કરવાની સુવિધા છે.નવેમ્બર 2020 માં આ સુવિધા શામેલ કરવામાં આવી હતી. તમને તેમાં WhatsApp મેસેજને આપમેળે ડીલીટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સુવિધાને સક્ષમ કર્યા પછી, તમારી WhatsApp ચેટમાંના સંદેશા આપમેળે ડીલીટ કરી નાખવામાં આવે છે.

Disappearing Messages ફીચરને તમે ગ્રુપ ચેટ અને વ્યક્તિગત ચેટ બંનેમાં અદૃશ્ય થઈ રહેલા સંદેશાઓ સુવિધાને ઈનેબલ કરી શકો છો. આ સુવિધા ડિફોલ્ટ રૂપે બંધ છે, જો તમે આ સુવિધાનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમે તેને ચાલુ કરી શકો છો. જો તમે ગ્રુપ ચેટમાં આ સુવિધાનો ઉપયોગ કરવા માંગતા હો, તો ફક્ત ગ્રુપ સંચાલક જ તેને ચાલુ અને બંધ કરવા યોગ્ય છે. તે જ સમયે, વ્યક્તિગત ચેટમાં, કોઈપણ આ સુવિધાને ચાલુ અને બંધ કરી શકે છે.

whatsapp

Disappearing Messageને ઈનેબલ કરવાની રીત

  • સૌથી પહેલા તમે તમારા WhatsApp અકાઉન્ટને અપડેટ કરો.
  • હવે તમારે જે ચેટ કે કોન્ટેક્ટ પર આ ફીચરનો ઉપયોગ ઈનેબલ કરવો હોય તેના પર ટેપ કરો.
  • અંહિ તમને તે કોન્ટેક્ટ સાથે જનાર ચેટ દેખાશે, તેમાં સ્ક્રોલ કરતા નીચે જાઓ ત્યાં તમને Disappearing Messageનો ઓપ્શન દેખાશે.
  • અંહિ તમારે Disappearing Messageને ઈનેબલ કરવાનો છે. તેને ઈનેબલ કર્યા બાદ તે ચેટમાં એક નોટિફિકેશન મોકલવામાં આવસે જેમાં તે પોતાના Disappearing Messageને ઈનેબલ કર્યો છે.
  • અંહિ કોન્ટેક્ટના નામ નીચે તમને એક ટાઈમરનો આઈકોન પણ દેખાશે. હવે તમે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.
  • હવે 7 દિવસ બાદ તમારા ચેટ ડીલીટ થઈ જશે. આગામા સમયમાં હવે તમે આ ફીચરનો ઉપયોગ કરી શકશો.
  • આ ફીચરના આવ્યા બાદ તમારા ફોનમાં સ્પેસની અછત નહિ રહે.
  • -તે ઉપરાંત તમારી ચેટની પ્રાઈવસીના રૂપથી પણ આ ફીચર ખાસ માનવામાં આવી રહેયુ છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો