Last Updated on March 27, 2021 by
ભારતીય રેલવેમાં નોકરીનો સૌથી સારો મોકો પાછો નહિ મળે. નોર્થન રેલવેએ કોન્ટ્રેક્ટ મેડિકલ પ્રેક્ટિશનરના પદ પર ભરતી માટે યોગ્ય અને ઇચ્છુક ઉમેદવારો પાસે આવેદન મંગાવ્યા છે. તમામ ઉમેદવારો નોર્થન રેલવેના દિલ્હી ડિવિઝનના કોન્ટ્રાકટ આધાર પર ફૂલ ટાઈમ જનરલ ડ્યુટી મેડિકલ પ્રેક્ટિસનર્સના પદો પર ભરતી માટે Walk in Interview માટે ઉપસ્થિત રહી શકે છે. તમને જણાવી દઈએ કે ઇન્ટરવ્યુનું આયોજન 06 એપ્રિલ 2021ના રોજ કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોને 1 વર્ષના કોન્ટ્રેક્ટ પર નિયુક્ત કરવામાં આવશે.
Walk in Interview Jobs માટે શૈક્ષનિક લાયકાત
ઇચ્છુક ઉમેદવાર કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીથી MBBS અને એક વર્ષની રોટેટિંગ ઇન્ટર્નશિપ કરી ચુક્યા હોય તો આવેદન કરી શકે છે.
Railway Recruitment 2021 માટે વય મર્યાદા
ઇન્ટરવ્યૂમાં સામેલ થવા માટે મહત્તમ વય મર્યાદા 50 વર્ષ છે. જો કે, આરક્ષિત કેટેગરી માટે ઉમેદવારોને નક્કી કરેલ વય મર્યાદામાં છૂટની જોગવાઈ છે.
Railway Recruitment 2021 માટે પગાર
આ પદો પર પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને 75, 000 રૂપિયાના માસિક પે-સ્કેલ પર કોન્ટ્રેક્ટ પર રાખવામાં આવશે.
Railway Recruitment 2021 માટે ઇન્ટરવ્યૂ ડીટેલ
ઇચ્છુક ઉમેદવારો તમામ ડોક્યુમેન્ટ્સ સાથે 06 એપ્રિલ 2021ને મુખ્ય ચિકિત્સા અધિક્ષક, મંડળ રેલવે હોસ્પિટલ, ઉત્તર રેલવે/ડીએલઆઇ ડિવિઝનમાં વોક-ઈન-ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહી શકે છે. ઇન્ટરવ્યૂ સવારે 9:30 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા વચ્ચે કરવામાં આવશે. ઉમેદવારોને સેંટર પર સવારે 8:30 વાગ્યા સુધી રિપોર્ટ કરવાનું રહેશે. અન્ય કોઈ પણ જાણકારી મેળવવા માટે ઉમેદવાર અધિકારીક નોટિફિકેશન ચેક કરે.
Railway Recruitment 2021 માટે અધિકારીક નોટિફિકેશન
અધિકારીક નોટિફિકેશન ચેક કરવા માટે આ લિંક
https://nr.indianrailways.gov.in/nr/recruitment/1616580562160_CMP%20DLI.pdf પર વિઝીટ કરો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31