GSTV
Gujarat Government Advertisement

કાશ્મીરમાં હિંસા ભડકાવવા પીડીપી નેતાને અપાયા હતા પાંચ કરોડ, એનઆઇએની ચાર્જશીટમાં ઘટસ્ફોટ

કાશ્મીર

Last Updated on March 27, 2021 by

કાશ્મીરમાં અશાંતિ માટે હુર્રિયત કોન્ફરન્સ અને પીડીપીના નેતાઓ મળી ગયા હોવાનું એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે. એનઆઇએએ આરોપ લગાવ્યો છે કે 2016માં બુર્હાન વાનીના મોત બાદ કાશ્મીરને સળગતું રાખવા માટે પીડીપી નેતા વાહીદ ઉર રેહમાને હુર્રિયત કોન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગીલાનીના જમાઇને પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા.

જમ્મુ કોર્ટેમાં ખુલાસા

આ પાંચ કરોડ રૂપિયાનો ઉપયોગ બાદમાં કાશ્મીરમાં યુવકોને હિંસા માટે ભડકાવવા અને બુર્હાન વાનીના કેસને વધુ ચગાવવા માટે કરવામાં આવ્યો હોઇ શકે છે. હાલમાં એનઆઇએ દ્વારા જમ્મુની કોર્ટમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી તેમાં આ ખુલાસા થયા છે.

ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ પીડીપીના નેતા વાહીદની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. વાહીદ પર લશ્કરે તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે લિંક હોવાનો પણ આરોપ લાગ્યો છે.

પીડિત નેતાએ નકાર્યા આરોપ

જુલાઇ 2016માં સૈન્યના એન્કાઉન્ટરમાં હિઝબુલનો પોસ્ટર બોય બુર્હાન વાની માર્યો ગયો હતો. જે બાદ તેને હુર્રિયત કોન્ફરન્સ અને અન્ય આતંકી સંગઠનોએ મળીને કાશ્મીરનો શહીદ યુવક જાહેર કરવા માટે રેલીઓ કરી ધમપછાડા કર્યા હતા.

જેમાં પાકિસ્તાનનો પણ મોટો હાથ હતો. જોકે જે આરોપો લાગ્યા છે તેને પીડીપી નેતા વાહીદે નકાર્યા છે અને દાવો કર્યો છે કે મારી ધરપકડ રાજકીય હેતુથી કરવામાં આવી છે. પીડીપીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર અમારા જે નેતાઓએ પક્ષ પલટો કર્યો તેની સામે કઇ જ નથી કરી રહી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો