GSTV
Gujarat Government Advertisement

આનંદના સમાચાર / સરકાર આ કર્મચારીઓને 31 માર્ચ સુધી આપી રહી છે 10 હજાર રૂપિયા, જાણો કોણ ઉઠાવી શકે છે લાભ ?

Last Updated on March 26, 2021 by

31 માર્ચથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થવાની છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ આ નાણાકીય વર્ષમાં ઘણો ફાયદો મળનારો છે. જો કે, સરકારે હવે હોળી ઉપર કર્મચારીઓને મોટી ભેટ મળી છે. સરકારે ભેટમાં સ્પેશયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરી છે. જેના માધ્યમથી સરકારી કર્મચારી હવે એડવાન્સ પૈસા લઈ શકો છો. સાથે જ આ પૈસાને સરળ હપ્તામાં પરત કરવાની તક છે.

તેવામાં જાણો કે ક્યાં લોકોને આ સ્કિમનો ફાયદો મળશે અને કેવી રીતે આ પૈસાની ચૂકવણી કરવામાં આવશે. વાસ્તવમાં 7મું પગારપંચ લાગુ થયા પહેલા જ એડવાન્સ સ્કીમની કોઈ જોગવાઈ ન હતી. પરંતુ હવે કર્મચારીઓને પૈસા દેવામાં આવી રહ્યાં છે. આ કારણે તેને સ્પેશયલ સ્કિમ કહેવામાં આવે છે.

કેટલા રૂપિયા મળશે ?

આ પહેલા છઠ્ઠા પગારપંચમાં 4500 રૂપિયા મળતા હતા. પરંતુ આ વખતે સરકારી કર્મચારી 10 હજાર રૂપિયા સુધી પૈસા લઈ શકો છો. એક રિપોર્ટ પ્રમાણે કર્મચારીઓ તહેવાર માટે 10 હજાર રૂપિયા એડવાન્સમાં લઈ શકે છે. ખાસ વાત તો એ છે કે, આ પૈસા ઉપર કર્મચારીઓનો કોઈ પણ પૈસા આપવાના થતા નથી. અને તેને સરળતાથી પરત કરી શકો છો. આ સ્કીમનો ફાયદો લેવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 છે. એટલે કે તમે 31 માર્ચ પહેલા આ સ્કિમના માધ્યમથી પૈસા લઈ શકો છો. આ એક પ્રકારની પગાર સિવાસ એડવાન્સ પૈસા લેવા જેવું છે.

જણાવી દઈએ કે કર્મચારીઓને સાતમા પગારપંચની રજૂઆતના આધાર ઉપર આ સુવિધા મળી રહી છે અને આ વર્ષમાં એક વખત જ પરત લઈ શકા છે. એવું નથી કે આ સ્કીમનો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓ જ લઈ શકે છે. જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ પ આ એડવાન્સ પૈસા લઈ શકે છે સાથે જ કર્મચારી આ એડવાન્સ મનીને 10 સરળ હપ્તામાં જમા કરાવી શકે છે.

જુલાઈમાં આવશે પૈસા

જલ્દી જ મોંઘવારી ભથ્થુ મળવાનું છે. તાજેતરમાં જ કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને મોંઘવારી ભથ્થાને ત્રણ હપ્તા જુલાઈ 2021માં આપવામાં આવશે સાથે જ તેણે જણાવ્યું હતું કે, જુલાઈથી તે મળવા લાગશે. અને તેનાથી તમામ કર્મચારીઓ અને પેંશનર્સને ફાયદો થશે. જો તમે પણ રાહ જોઈ રહ્યાં છો તો હવે તે પૂર્ણ થઈ જશે.

જણાવી દઈએ કે કોરોના વાયરસના સંકટના કારણે સરકારે કેન્દ્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021ના ત્રણ હપ્તા રોકી લીધા હતા. હવે જલ્દી તેને રીલીઝ કરવમાં આવશે. તમામ કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થુ દેવામાં આવી રહ્યું છે. કેબિનેટમાં તેમાં 4 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. તેનાથી મોંઘવારી ભથ્થુ 21 ટકા થઈ જશે. જેને 1 જુલાઈ 2021થી લાગુ કરવામાં આવશે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો