Last Updated on March 26, 2021 by
કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2021 થી દેશભરમાં નવા વેતન કોડને લાગુ કરી શકે છે. જો આ લાગુ પડે છે, તો તમારી સેલેરી સ્ટ્રક્ચર સાથે પીએફ કોન્ટ્રીબ્યૂશનથી લઈને ગ્રેચ્યુઇટી અને ટેક્સ સ્લેબમાં પણ બદલાવ આવશે. આ સાથે , વેતન કોડ બિલ 2019 મુજબ, મજૂરીની વ્યાખ્યા પણ બદલાશે. નવી વ્યાખ્યા અનુસાર વેતનનો અર્થ કર્મચારીઓના કુલ પગારના ઓછામાં ઓછા 50 ટકા હશે. આ નવો નિયમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગાર ધોરણ પર પણ લાગુ થશે.
પીએફ યોગદાન સાથે ગ્રેચ્યુઇટી વગેરેમાં વધારો થશે
એનાથી પીએફ યોગદાન સાથે ગ્રેચ્યુઇટી વગેરેમાં વધારો થશે અને કર્મચારીઓના હાથમાં આવનારા પગારમાં ઘટાડો થઈ શકે છે. જો કે નવા કાયદાથી ભલે તમારા હાથમાં રૂપિયા ઓછા આવે પરંતુ રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ જેવા પીએફ, ગ્રેચ્યુટીમાં વધારે પૈસા જમા થશે. આ તમારા ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે વધુ સારું સાબિત થઈ શકે છે.
માસિક ભથ્થું કુલ સીટીસીના 50% કરતા વધુ નહીં હોય
સીટીસીમાં બેઝિક વેતન, એચઆરએ અને નિવૃત્તિ લાભ જેવા પીએફ, ગ્રેચ્યુઇટી એક્રુઅલ્સ, એનપીએસ જેવા ત્રણ ચાર વિભાગ હોય છે. નવા શ્રમ કાયદામાં કર્મચારીઓનો મૂળભૂત પગાર કુલ સીટીસીના ઓછામાં ઓછા 50% હશે, જેનો અર્થ છે કે માસિક ભથ્થું કુલ સીટીસીના 50% કરતા વધુ નહીં હોય. સીટીસીની રકમ ક્યારેય કર્મચારીના ટેક હોમ સેલેરીની બહાર હોતી નથી.
ગ્રેચ્યુઇટીના નિયમોમાં કર્યા છે આ મોટા ફેરફાર
હાલમાં, કોઈ કંપનીમાં સતત 5 વર્ષ કામ કર્યા પછી ગ્રેચ્યુટી મેળવવામાં આવે છે, પરંતુ નવા કાયદા હેઠળ, કર્મચારીઓ ફક્ત 1 વર્ષ કામ કર્યા પછી ગ્રેચ્યુટીનો હકદાર રહેશે. 7 મા પગાર પંચના માર્ગદર્શિકા અનુસાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ રેટ 17% છે. આમાં, કેન્દ્ર સરકારે 4% વધારાને મંજૂરી આપતાં 21% કરી દેવામાં આવી છે.
પગાર, વિશેષ ભથ્થું, બોનસ વગેરે સંપૂર્ણ કરપાત્ર
નવા નિયમો અનુસાર મૂળભૂત પગાર, વિશેષ ભથ્થું, બોનસ વગેરે સંપૂર્ણ કરપાત્ર છે. તે જ સમયે, ફ્યૂઅલ, ટ્રાન્સપોર્ટ, ફોન, સ્ટેશનરી વગેરે માટે મળનારા ભથ્થા સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. તે જ સમયે, એચઆરએ સંપૂર્ણ અથવા તેનો થોડો ભાગ ટેક્સ વિનાનો હોઈ શકે છે. મૂળભૂત પગારના 10% જેટલા એનપીએસ કોન્ટ્રીબ્યુશન પણ ટેક્સ ફ્રી છે. તો ગ્રેચ્યુઈટીમાં 20 લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ ફ્રી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31