Last Updated on March 26, 2021 by
હિન્દુ પંચાંગ મુજબ, ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખે દર વર્ષે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ વખતે હોલિકા દહન 28 માર્ચ રવિવારે છે. ધાર્મિક શાસ્ત્રોના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હોલિકા દહનના દિવસે હોળીની પૂજા કરવાથી મહાલક્ષ્મી (દેવી લક્ષ્મી) પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. જો કે, ઘણા લોકો હોલિકા દહનની રાત્રે ટોટકા પણ કરે છે , જેના કારણે કેટલાક એવા કામ છે જે તમારે આ દિવસે ન કરવા જોઈએ નહીં તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
હોલિકા દહન કયા સમયે થવું જોઈએ?
પંચાંગ મુજબ, હોલિકા દહનનું શુભ મુહૂર્ત 28 માર્ચ રવિવારના રોજ સાંજે 6.37 થી રાત્રે 8.45 સુધી એટલે કે લગભગ 2 કલાક અને 20 મિનિટ સુધી રહેશે. આ મુહૂર્તોમાં હોલિકા દહન કરવું ખૂબ જ શુભ રહેશે. આ વર્ષે હોલિકા દહન સમયે ભદ્રાની છાયા પણ રહેશે નહીં. ભદ્રા રવિવારે બપોરે 1.33 વાગ્યે સમાપ્ત થશે.
હોલિકા દહનના દિવસે શું ન કરવું જોઈએ
1. હોલિકા દહનના દિવસે સફેદ રંગની વસ્તુઓ ખાવા-પીવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે નકારાત્મક શક્તિઓની અસર આ દિવસે વધુ હોય છે, તેથી આ દિવસે સફેદ ખાદ્ય પદાર્થોનું સેવન ન કરો.
2. હોલિકા દહનની પૂજા કરતી વખતે તમારું માથું ઢાંકીને રાખો. પુરુષો ઇચ્છે તો ટોપી પહેરી શકે છે અને મહિલાઓ સાડીનો પાલવ અથવા દુપટ્ટાથી માથું ઢાંકી શકે છે.
3. જે મહિલાઓ નવપરણિત છે તેઓએ હોલિકા દહન ન જોવું જોઈએ. આ સિવાય હોલીકા દહનના દિવસે કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ.
4. હોલિકા દહનની રાત્રે શક્ય હોય ત્યાં સુધી, સુનસાન અથવા સન્નાટા વાળી જગ્યાએ એકલા જવું નહીં.
5. હોલિકા દહનના દિવસે લડવું, ઝઘડો કરવો અથવા અન્યનું અપમાન કરવાનું ટાળો. આ કરવાથી ઘરમાં અશાંતિ રહે છે.
6. હોલિકા દહનના દિવસે ન તો કોઈને ઉધાર પૈસા ન આપવા કે ન તો કોઈની પાસેથી ઉધાર લેવા. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ધનના અભાવનો સામનો કરવો પડી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31