Last Updated on March 26, 2021 by
જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, કારનું ફિટનેસ સર્ટિફિકેટ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ(RC) અથવા પરમીટ એક્સપાયર થવાનું છે તો આ એક્સપાયર થઇ ચૂક્યું છે તો પરેશાન થવાની જરૂરત નથી. હવે આ 30 જૂન 2021 સુધી વેલીડ રહેશે. માર્ગ અને પરિવહન મંત્રાલયએ આને લઇ આદેશ જારી કર્યો છે.
30 જૂન સુધી માન્ય રહેશે DL, RC
સરકાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે એક વાર ફરી તેજીથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ સર્ટિફિકેટનું કોરોના હામારી અથવા લોકડાઉનના કારણે એક્સ્ટેન્શન ન થઇ શક્યું અને જે 1 ફેબ્રુઆરી 2020ના રોજ એક્સપાયર થઇ ગયું છે તે હવે 1 જૂન 2021 સુધી માન્ય ગણાશે.
તમામ રાજ્યોને આદેશ જારી
સરકારે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે આ દસ્તાવેજોને માન્ય માનવા આવે, જેથી પરિવહન સંબંધિત સેવાઓમાં કોઈ મુશ્કેલી ન આવે. માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે જેથી નાગરિકો, ટ્રાન્સપોર્ટરો અને તમામ સંસ્થાઓ કે જે આ મુશ્કેલ સમયમાં પણ સેવાઓ પૂરી પાડે છે, તેઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
કોરોનાના વધતા જતા કેસોને જોતા લેવાયો નિર્ણય
આપને જણાવી દઈએ કે 24 માર્ચ 2020 ના રોજ દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે માર્ગ અને પરિવહન મંત્રાલયે 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020 અને 27 ડિસેમ્બર 2020 ના રોજ એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં મંત્રાલયે ગાડીઓના પરમીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, જે 1 ફેબ્રુઆરી 2020 ના રોજ એક્સપાયર થઈ ગયા છે, તેને 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવા આદેશ આપ્યા હતા, જેથી જરૂરી સેવાઓ પૂરી પાડવા માટે કોઈપણ પ્રકારની અડચણ ન આવે.
હવે દેશમાં ફરી એક વખત કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે, રોજ વધતા કેસોને લઇ મંત્રાલયે આ ડોક્યુમેન્ટ્સની માન્યતાને 30 જૂન 2021 સુધી વધારી દીધી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31