Last Updated on March 26, 2021 by
એક એપ્રિલ 2021થી નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં મોંઘવારીના એક પછી એક ઝટકા આવી રહ્યા છે. આપની જરૂરિયાતની અને દરરોજ ઉપયોગમાં આવતી વસ્તુઓ 1 એપ્રિલથી મોંઘી થઈ રહી છે. દૂધથી વિજળી અને એસથી લઈને હવાઈ મુસાફરી બધુ જ મોંઘુ થવા જઈ રહ્યુ છે. કારની સવારી પણ મોંઘી થશે, તો સ્માર્ટ ફોન પણ મોંઘા થવા જઈ રહ્યા છે.
કાર બાઈક ખરીદવાનું થશે મોંઘૂ
કાર અથવા બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છો, તો 1 એપ્રિલ પહેલા ખરીદી લેજો. કારણ કે, ત્યાર બાદ મોટા ભાગની કંપનીઓમાં ભાવ વધવાના છે. મારૂતિ, NISSAN જેવી કંપનીઓની કિંમતોમાં વધારાની જાહેરાત કરી દીધી છે. નિશાને તો, DASTUN ગાડીની કિંમતમાં વધારાની જાહેરાત પણ કરી દીધી છે.
1 એપ્રિલથી TV પણ મોંઘા
1 એપ્રિલથી ટીવી ખરીદવાનું મોંઘુ થઈ જશે. ગત 8 મહિનામાં ટીવીની કિંમતમાં 3થી 4 હજાર રૂપિયા વધી ગયા છે. ટીવી મેન્યુફેક્ચર્સે ટીવીને પણ PLI સ્કીમ્સમાં લાવવાની માગ રાખી છે. 1 એપ્રિલ 2021થી TV ની કિંમતોમાં ઓછામાં ઓછો 2થી 3 હજાર રૂપિયાનો વધારો થવાનો છે.
AC, ફ્રીઝ પણ મોંઘા
આ વર્ષે ગરમીની સિઝનમાં એસી, ફ્રીઝ ખરીદવા માગતા લોકોને મોંઘવારી નડવાની છે. 1 એપ્રિલથી એસી કંપનીઓ કિંમતોમાં વધારો કરવાનો પ્લાન બનાવી રહી છે. કંપનીઓ કાચા માલની કિંમતોમાં થઈ રહેલા વધારાને ધ્યાને રાખીને કિંમતમાં વધારો કરી રહી છે. એસી બનાવતી કંપનીઓનો 4-5 ટકાના વધારો કરવાનો પ્લાન છે.
હવાઈ મુસાફરી પણ મોંઘી
હવાઈ મુસાફરી કરવા માટે આપે હવે વધારે પૈસા ખર્ચવા પડશે. સરકારે ઘરેલૂ ઉડાનના ભાડામાં ઓછામાં ઓછા 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. 1 એપ્રિલથી એવિએશન સિક્યોરિટી ફી વધારવાના છે. એક એપ્રિલથી એવિએશન ફી 200 રૂપિયા થશે. હાલમાં તે 160 રૂપિયા છે.
દૂધ મોંઘૂ થશે
દૂધની કિંમતો પણ વધવાની છે. ખેડૂતોનું કહેવુ છે કે, દૂધની કિમત વધીને 3 રૂપિયાનો વધારો થશે. ત્યાર બાદ હવે તે 49 રૂપિયા પ્રતિ લીટર કરવાની જાહેરાત કરી છે. દૂધના નવા ભાવ 1 એપ્રિલથી લાગૂ થઈ જશે. જો કે ખેડૂતોએ ચેતવણી આપી છે કે, દૂધના ભાવ 55 રૂપિયા પ્રતિ લીટર કરી નાખશે. જો કે, આટલો વધારો કરશે નહીં. 1 એપ્રિલથી 49 રૂપિયા પ્રતિ લિટર દૂધ મળશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31