Last Updated on March 26, 2021 by
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ. સુપ્રીમ કોર્ટે FIRને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટના ચુકાદાને રિવર્સ કરવાનો ઇનકાર કરી દીધો છે.
પ્રિયંકાસિંહે રિયા ચક્રવર્તી દ્વારા તેમની સામે દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે બોમ્બે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે અને એક અરજી રદ કરી છે, આવી સ્થિતિમાં, અમે તેમાં દખલ કરવા માંગતા નથી.
આ કેસની સુનાવણી કર્યા પછી રિયા ચક્રવર્તીના વકીલ દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. હકીકતમાં, રિયા ચક્રવર્તી, જે સુશાંતની ગર્લફ્રેન્ડ હતી, સુશાંતની બહેન પ્રિયંકા સિંહ, મીટુ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા અપીલ કરી હતી. જે બાદ મુંબઈ પોલીસે FIR દાખલ કરી કેસ સીબીઆઈને સોંપ્યો હતો.
આ કેસની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી, જેમાં કોર્ટે મીતૂ સિંહ વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરી દીધી હતી. પરંતુ પ્રિયંકા સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવામાં આવી ન હતી.
હવે આ નિર્ણયને પ્રિયંકા સિંહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી, ત્યારબાદ આ મુદ્દો ઘણો વધી ગયો હતો. સુશાંતની બહેનોએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર વિવિધ આરોપો લગાવ્યા હતા, સાથે જ રિયા સામે એફઆઈઆર નોંધાવી હતી.
આ પછી, રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી, સુશાંતને પ્રતિબંધિત દવા આપી અને અન્ય આરોપો લગાવ્યા. આ મામલે મુંબઈ પોલીસ દ્વારા સુશાંતના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ FIRને રદ્દ કરાવવા માટે સુપ્રિમ કોર્ટનો સહારો લેવામાં આવ્યો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31