GSTV
Gujarat Government Advertisement

કરોડો મજૂરો માટે મોટા સમાચાર/ ઓજારથી લઇને વીમા અને પેન્શન યોજના સુધીના તમામ રૂપિયા સીધા ખાતામાં આવશે

મજૂરો

Last Updated on March 26, 2021 by

ભવન અને અન્ય નિર્માણ કાર્યોને લગતા દેશના કરોડો મજૂરો માટે મોટા સમાચાર છે. હવે સરકારી યોજનાઓની રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનેફિશિયલ ટ્રાન્સફર સ્કીમ અંતર્ગત સીધા મજૂરોની બેંક ખાતામાં આવશે. મજૂરોને આપવામાં આવતા ઓજાર, સાયકલ વગેરેના બદલે હવે તેમના ખાતામાં જ પૈસા આપવામાં આવશે. તે પોતાની જરૂરિયાત અનુસાર ઓજાર વગેરે ખરીદી શકશે.

તાજેતરમાં જ જારી એક આદેશમાં શ્રમ તથા રોજગાર મંત્રાલયે રાજ્યોના કલ્યાણ બોર્ડ (SWB)ને બીઓસી શ્રમિકોની વસ્તુઓ અને ઘરેલૂ સામાન વિતરણ કરવાના બદલે સીધા તેમના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી યોજના રકમના પૈસા આપવાનો આદેશ કર્યો છે. આ સંબંધમાં ગત 22 માર્ચે રાજ્યોના મુખ્ય સચિવો, પ્રમુખ સચિવો, શ્રમ આયુક્તો અને રાજ્ય બીઓસી શ્રમિક કલ્યાણ બોર્ડને આદેશ જારી કરવામાં આવ્યો છે.

મજૂરો

ગરબડની ફરિયાદ પર લેવાયો નિર્ણય

થોડા સમય પહેલા શ્રમ તથા રોજગાર મંત્રાલયની વિગતોમાં ગરબડના કેસ સામે આવ્યાં હતાં. અનેક રાજ્ય કલ્યાણ બોર્ડ શ્રમિકોને જીવન વીમા, સ્વાસ્થ્ય વીમા, વિકલાંગતા કવર, માતૃત્વ લાભ અને વૃદ્ધાવસ્થા પેન્શન જેવા જરૂરી લાભ આપવાના બદલે ફાનસ, ધાબળો, છત્રી, ઉપકરણ કિટ, વાસણ, સાયકલ વગેરે ખરીદવા માટે ટેંડર જારી કરતાં હતાં અને તેના પર ખર્ચ કરી રહ્યાં હતા. પરંતુ અનેક ચરણોમા ખરીદી પ્રક્રિયા પૂરી થાય છે, તેવામાં ખરીદીથી લઇને વિતરણ સુધીમાં અનિયમિતતાની આશંકા બની રહે છે. તેને ધ્યાનમાં લેતાં હવે ડીબીટીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રોકડ રૂપિયા આપવાના આદેશ પર રોક

કેન્દ્રીય મંત્રાલયે રોકડ રૂપે પૈસા આપવા પર તત્કાલ આદેશ આપીને સંપૂર્ણ પણે રોક લગાવી દીધી છે અને શ્રમિકોને કોઇપણ પ્રકારની આર્થિક સહાયતા ડીબીટી દ્વારા જ આપવાનો નિર્દેશ આપ્યો છે. નવો આદેશ વસ્તુઓ અથવા ઉપકરણોના વિતરણ પર પ્રતિબંધ લગાવે છે.

આદેશમાં તે પણ કહેવામાં આવ્યું છે કે વસ્તુઓનું વિતરણ ફક્ત પ્રાકૃતિક વિપત્તિઓ, મહામારી, આગ, વ્યવસાયિક જોખમ અથવા આ પ્રકારના અન્ય સંકટોના કારણે થતી દુર્ઘટનાઓ સિવાય અને ફક્ત રાજ્ય સરકારની પૂર્વ સ્વીકૃતિની મંજૂરી પર જ આપી શકાશે. આ છૂટ ફક્ત એટલા માટે આપવામાં આવે છે કે અસાધારણ પરિસ્થિતિઓમાં નિર્માણ શ્રમિકોના કલ્યાણ સાથે કોઇ સમાધાન ન કરી શકાય.

મજૂરો

મજૂર કલ્યાણ બોર્ડને છે અધિકાર

અધિનિયમની ધારા 22(1) રાજ્યોના કલ્યાણ બોર્ડના કાર્યોને મોટા પાયે નિર્ધારિત કરે છે. ઉપ વર્ગો (એ)થી (જી) રાજ્ય કલ્યાણ બોર્ડને પેન્શન, સમૂહ વીમા યોજના, શ્રમિકોના બાળકોને શિષ્યવૃત્તિ, ચિકિત્સા ખર્ચ, માતૃત્વ લાભ અને ગૃહ નિર્માણ માટે લોનની ચુકવણી પર ઉપકર નિધિને ખર્ચ કરવાનો અધિકાર આપે છે.

Labour Code

ઉપખંડ (એચ) બોર્ડને અપવાદ રૂપે નિર્ધારિત કરી દેવામાં આવેલા એવા અન્ય કલ્યાણકારી ઉપાયો અને સુવિધાઓ પર ઉપકર નિધિખર્ચ કરવાની પરવાનગી આપે છે. તે જોવામાં આવ્યું છે કે કેટલાંક રાજ્યોના કલ્યાણ બોર્ડે અધિનિયમના આ ઉપખંડનો સહારો લઇને ઉપકર નિધિનો મનફાવે તેવો ઉપયોગ કર્યો. આ રાશિનો નિર્માણ શ્રમિકોના કલ્યાણ માટે ઉપયોગ કરવાના બદલે વાસણ અને અન્ય વસ્તુઓ ખરીદવામાં કરી દીધો.

સામાજિક સુરક્ષા પર વિશેષ ભાર

આદેશમાં ભાર આપવામાં આવ્યો છે કે ધારા 22 (1) (એ)થી (જી) અંતર્ગત નિર્ધારિત સામાજિક સુરક્ષા કવરેજ અધિનિયમની ધારા 22 (1) (એચ) અંતર્ગત રજીસ્ટર્ડ નિર્માણ શ્રમિકોને આપવામાં આવી રહેલા અન્ય લાભ પહેલા જેવા જ રહેશે. અધિનિયમની ધારા 22 (1) (એ)થી (જી)માં આપવામાં આવેલા આ પ્રાથમિકતા વાળા ખર્ચને પૂરા કર્યા બાદ, ઉપકરણનિધિની કોઇપણ બાકીની રકમનો ઉપયોગ ધારા 22 (1) (એચ) અંતર્ગત આપવામાં આવેલા આદેશ અનુસાર વધારાનો લાભ આપવા માટે કરવામાં આવી શકે છે.

ખર્ચની રીતો પર નજર

આ યોજનાઓમાં ખર્ચની રીત પર પણ નજર રાખવા માટે મંત્રાલયે રાજ્યોના બોર્ડને આ પ્રકારની વસ્તુઓની વિગતો પર એક વાર્ષિક રિટર્ન રજૂ કરવા કહ્યું છે. કાયદા અનુસાર જાહેર અને ખાનગી નિર્માણ કાર્યો પર રાજ્ય સરકાર દ્વારા એક ટકાના સમાન દરે ઉપકર વસૂલવામાં આવે છે.

જણાવી દઇએ કે નિર્માણ શ્રમિકોના કલ્યાણ માટે રાજ્યોના કલ્યાણ બોર્ડ દ્વારા કોવિડ-19 દરમિયાન 2020ના લોકડાઉનના સમયે સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો. તેના માટે શ્રમ મંત્રાલય દ્વારા 24 માર્ચ, 2020એ તમામ રાજ્યોને પ્રભાવિત બીઓસી શ્રમિકોને કલ્યાણ નિધિ સાથે ડીબીટીના માધ્યમથી આર્થિક મદદ આપવાની સલાહ આપવામાં આવી હતી.

મોટાભાગના રાજ્યોના કલ્યાણ બોર્ડે રજીસ્ટર્ડ શ્રમિકોને 1000 રૂપિયાથી 6000 રૂપિયા વચ્ચે મદદ કરી. તાજેતરના આંકડાઓ અનુસાર, રાજ્યોના કલ્યાણ બોર્ડ દ્વારા આશરે 1.83 કરોડ નિર્માણ શ્રમિકોને ડીબીટીના માધ્યમથી તેમના બેંક એકાઉન્ટમાં 5618 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો