Last Updated on March 26, 2021 by
આપણા શરીરને હેલ્ધી રાખવા માટે જેટલું એક્સરસાઇઝ કરવી અને હેલ્ધી ડાયેટ લેવું ખૂબ જ જરૂરી હોય છે તો રાત્રે સારી ઊંઘ લેવું પણ તેટલું જ જરૂરી હોય છે. શોધમાં આ વાત સાબિત થઇ ચુકી છે કે જો તમે રાત્રે પૂરતી ઊંઘ નથી લઇ રહ્યા તો આ તમારા હૉર્મોન્સને તો અસર કરશે જ, તમારા બ્રેઇન ફંક્સનને પણ ડિસ્ટર્બ કરશે. આટલું જ નહીં, સારી ઊંઘના અભાવમાં તમારું વજન પણ વધી શકે છે અને શરીરની ઈમ્યૂનિટી પણ અસરકર્તા થઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લાઇફ સ્ટાઇલમાં આવતા ફેરફારના કારણે લોકોમાં રાત્રે ઊંઘ ન આવવાની ફરિયાદ ઝડપથી વધી છે. તો જાણો, ગુડનાઇટ સ્લીપ માટે કઇ ટિપ્સને પોતાના જીવનમાં સામેલ કરી શકો છો.
1. દિવસે રોશનીમાં કામ કરો
જ્યારે તમે દિવસના સમયે રોશનીમાં કામ કરો છો ત્યારે રાત થતાં થતાં તમારું મગજ, શરીર અને ઊંઘ સંબંધિત હૉર્મોન્સ પોતાની જાતને ઊંઘ માટે તૈયાર કરવા લાગે છે. દિવસના સમયે રોશની હકીકતમાં શરીરમાં રહેલ સરકેડિયમ રિધમને હેલ્ધી રાખે છે. આ તમારા શરીરને દિવસમાં એનર્જેટિક બનાવે છે અને રાતના સમયે સ્લીપિંગ ક્વૉલિટી અને સ્લીપિંગ ટાઇમને ઈમ્પ્રૂવ કરે છે.
2. રાતના સમયે બ્લ્યૂ લાઇટ એક્સપોઝરનો ઉપયોગ ન કરશો
દિવસના સમયે જ્યારે આપણે રોશનીમાં રહીએ છીએ ત્યારે આ તમારી ઊંઘ માટે ફાયદાકારક હોય છે પરંતુ રાતના સમયે જો તમે બ્લ્યૂ અથવા તીવ્ર લાઇટનો ઉપયોગ કરો છો તો આ તમારી ઊંઘને સાચા સમય પર આવતા અટકાવે છે. આ તમારા મેલાટોનિમ હૉર્મોન્સને પ્રભાવિત કરે છે જે ગાઢ નિંદ્રા માટે જરૂરી છે. એવામાં યોગ્ય રહેશે કે તમે ઊંઘવાના બે કલાક પહેલા બ્લ્યૂ રોશનીવાળી લાઇટ્સનો ઉપયોગ ન કરશો. ટીવી અને મોબાઇલ પર પણ નાઇટ મોડનો ઉપયોગ કરશો તો યોગ્ય રહેશે.
3. રાતમાં કેફીનવાળા ફૂડનું સેવન ન કરો
દિવસના સમયે જ્યારે આપણે કૈફીનવાળા ફૂડ અથવા ડ્રિન્કનું સેવન કરો છો ત્યારે આ આપણને એનર્જી આપે છે. એવામાં રાત્રે તેના સેવનથી તમારી ઊંઘ ગાયબ થઇ શકે છે. એક સ્ટડી અનુસાર, જો તમે સારી ઊંઘ ઇચ્છો છો તો ઊંઘવાના 6 કલાક પહેલા ક્યારેય પણ કૈફીનનું સેવન ન કરશો.
4. દિવસે મોડે સુધી ન સૂઇ જાઓ
દિવસે નાનકડુ પાવર નેપ લઇ શકો છો પરંતુ જો તમે દિવસના સમયે કલાકો સૂઇ જાઓ છો તો આ તમારી રાતની ઊંઘને અસર કરે છે. આટલું જ નહીં, આ તમારા રાતની ઊંઘની ક્વૉલિટીને પણ અસર કરે છે અને ગાઢ નિંદ્રાથી તમે વંચિત રહી જાઓ છો.
5. આલ્કોહોલનો ઉપયોગ ન કરો
રાત્રે આલ્કોહોલનું સેવન તમારી ઊંઘને ખરાબ કરી શકે છે. હકીકતમાં આલ્કોહોલને સ્લીપ ડિસઑર્ડર, સ્લીપ એપ્નિયા, સ્નોરિંગનું કારણ માનવામાં આવે છે. આટલું જ નહીં, રાત્રે આલ્કોહોલનું સેવન કરવાથી સરકેડિયમ રિધમ પણ ડિસ્ટર્બ થાય છે અને ઊંઘની પેટર્ન ખરાબ થઇ શકે છે.
6. બેડરૂમને સારું વાતાવરણ આપો
જો તમે સારી ઊંઘ ઇચ્છો છો તો પોતાના બેડરૂમનું વાતાવરણ સારું રાખો. બેડરૂમમાં અંદર ઘોંઘાટની જગ્યાએ શાંતિ હોય, બહારની રોશની ન આવતી હોય અને તમારો બેડ આરામદાયક હોય. આ તમારી ઊંઘની ક્વોલિટીને વધારશે અને તમે સારી ઊંઘ લઇ શકશો.
7. ડિનર જલ્દી કરો
જો તમે ઊંઘવાના તરત પહેલા હેવી ડિનર કરો છો તો આ પણ તમારી ખરાબ ઊંઘનું કારણ હોઇ શકે છે. પ્રયાસ કરો કે ઊંઘવાના 4 કલાક પહેલા ભોજન કરી લો.
8. એક્ટિવ લાઇફ લીડ કરો
જો તમે દિવસમાં એક્સરસાઇઝ, વૉક અથવા જિમ કરો છો તો આ તમારી ઊંઘની ક્વૉલિટીને સારી બનાવે છે એટલા માટે શક્ય હોય તો દરરોજ એક્સરસાઇઝ અથવા વૉક કરો.
9. ઊંઘવાના તરત પહેલા પાણી ન પીઓ
જો તમે સૂતા પહેલા ઘણુ બધુ પાણી અથવા કોઇ પણ પ્રકારનું લિક્વિડ પીશો તો તમારે રાત્રે બાથરૂમ માટે વારંવાર ઉઠવું પડી શકે છે. એવામાં ઊંઘવાના 1 અથવા 2 કલાક પહેલા જ પાણી પી લો. સૂતા પહેલાં ટોયલેટ જાઓ.
10. સૂતા પહેલાં સ્નાન કરી લો.
દિવસભર થાક્યા બાદ જ્યારે તમે રાત્રે સ્નાન કરો છો ત્યારે તમારું શરીર અને મગજ બંને રિલેક્સ ફીલ કરે છે. એવામાં સારી ઊંઘ માટે સૂતા પહેલા સ્નાન કરી લો. એક શોધમાં પણ જાણવા મળ્યું છે કે ઊંઘવાના એક કલાક પહેલા હુંફાળા પાણીમાં સ્નાન કરવાથી રાત્રે ગાઢ નિંદ્રા આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31