GSTV
Gujarat Government Advertisement

લીલા મરચા ખાવાના ફાયદા: પોષક તત્વોનો ખજાનો હોય છે, આટલા ફાયદા જાણ્યા પછી ક્યારેય ખાવામાં ના નહીં પાડો

Last Updated on March 26, 2021 by

લીલા મરચા ખાવા આમ તો ઘણા બધા લોકોને પસંદ નથી આવતા. જ્યારે અમુક લોકોને મસાલેદાર મરચા ખાવા ખૂબ ગમે છે. એ વાત પણ સાચી છે કે, ખાવામાં વધારે મરચુ સ્વાદ બગાડી નાખે છે. પણ મરચા વગર ખાવાનું બેસ્વાદ બની જાય છે.

એક્સપર્ટ માને છે કે, લાલ મરચાની જગ્યાએ લીલા મરચા સ્વાસ્થય અને ટેસ્ટ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલા મરચામાં આવા કેટલાય ગુણો મળી આવે છે, જે ડાયાબિટીશથી લઈને વજન કંટ્રોલ કરવામાં ફાયદાકારક હોય છે.

લીલા મરચાના પોષક તત્વો

લીલા મરચામાં કેટલાય પ્રકારના પોષક તત્વો જેમ કે, વિટામીન એ, બી 6, સી, આયરન કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એટલુ જ નહીં, તેમાં બીટા કૈરોટિન, ક્રિપ્ટોક્સાન્થિન, લુટેન, જેક્સન્થિન જેવા ગુણો પણ હોય છે.

લીલા મરચા ખાવાના ફાયદા

બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ

ડાયાબિટીશના દર્દીઓને ઓછી માત્રામાં મરચાનું સેવન કરવુ જોઈએ. રાતના એક ગ્લાસ પાણીમાં બે લીલા મરચા કાપીને પલાળી રાખી દ્યો અને સવારે ખાલી પેટ આ પાણી પીવાથી બ્લડ શૂગર લેવલ કંટ્રોલ થઈ જાય છે.

વજન ઘટાડવમાં મદદ


વજન ઘટાડવામાં લીલા મરચા આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે, લીલા મરચામાં કૈલોરી બિલ્કુલ હોતી નથી. તેને ખાવાથી શરીરને પોષક તત્વો તો મળે જ છે, સાથે શરીરને કૈલૌરી મળતી નથી.

ઈમ્યુન પાવર થાય છે મજબૂત

લીલા મરચામાં વિટામીન સીની માત્રા ખૂબ વધારે હોય છે. તેના સેવનથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી શકાય છે. એટલુ જ નહીં, બંધ નાક ખુલી જવુ એ પણ એક ઉદાહરણ છે.

કેન્સરથી બચાવ


લીલા મરચા કેન્સરથી પણ બચાવે છે. તેમાં ભરપૂર માત્રામાં ઓક્સિડેંટ્સ હોય છે. જે શરીરની આંતરિક સફાઈની સાથે સાથે ફ્રી રેડિકલથી બચાવીને કેન્સરના ખતરાને ઓછો કરે છે.

ત્વચાની સુરક્ષા


લીલા મરચામાં ખૂબ વિટામીન્સ મળી આવે છે. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. જો પણ લીલા મરચા ખાતા હોય તો, આપની ત્વચા નિખરવા લાગશે.

અસ્થમાંથી રાહત


લીલા મરચાને મધમાં નાખીને ખાવાથી દમના રોગીને રાહત મળે છે. તેમાં કેપ્સેઈસિન હોય છે. જે નાકમાં રક્ત પ્રવાહને આસાન બનાવે છે. તેનાથી શરદી અને સાઈનસન સમસ્યામાં રાહત મળે છે.

મૂડ બૂસ્ટર

લીલા મરચા મૂડ બૂસ્ટરનું કામ કરે છે. જે બ્રેનમાં એડોર્ફિનનો સંચાર કરે છે. જે આપણા મૂડને ઘણા બધા અંશે ખુશ રાખે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર મળે છે. એટલા માટે કબ્જને પણ દૂર રાખે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો