Last Updated on March 26, 2021 by
નરેન્દ્ર મોદી ખફા થતાં પીએમઓ અને કેન્દ્રીય ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. મોદીએ બંને વિભાગના અધિકારીઓને લાલિયાવાડી બદલ જોરદાર તતડાવ્યા પણ હોવાના અહેવાલ છે. મોદીના ગુસ્સા પાછળ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિઝાગ સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણને મુદ્દે નરેન્દ્ર મોદીને બે લખેલા બે પત્ર જવાબદાર છે.
નાયડુએ મોદી સામે કેટલાક મુદ્દા ઉઠાવીને પત્ર લખ્યો
નાયડુ આ ખાનગીકરણના વિરોધમાં છે. તેમણે મોદી સામે કેટલાક મુદ્દા ઉઠાવીને પત્ર લખ્યો હતો. મોદીના આદેશથી પીએમઓએ આ બંને પત્રના જવાબ આપવાની સૂચના સાથે ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટને મોકલી આપ્યા હતા.
સરકારી રાહે જવાબ આપી દેવાતાં નાયડુએ સીધો મોદીને ફોન કર્યો
મોદીની સૂચના છતાં અધિકારીઓએ જવાબ ના આપ્યા અને બંને પત્ર ફાઈલમાં જ મૂકી રાખ્યા. નાયડુએ પીએમઓને આ પત્ર અંગે યાદ અપાવી પણ યોગ્ય જવાબ ના મળ્યો. નાયડુએ આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરાવીને સ્થિતી શું છે તેનો જવાબ પણ માંગ્યો હતો. સરકારી રાહે જવાબ આપી દેવાતાં નાયડુએ સીધો મોદીને ફોન કર્યો. બગડેલા મોદીએ તતડાવતાં અધિકારીઓ જવાબ તૈયાર કરવામાં પડયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31