GSTV
Gujarat Government Advertisement

Eating Mask/આવી ગયું એવું અનોખું માસ્ક, જેને પહેરી તમે ખાઈ-પી શકો છો અને કોરોનાથી પણ બચી શકો છો

Mask

Last Updated on March 26, 2021 by

કોરોના વાયરસથી લોકો બીમાર તો થયા પરંતુ એક મોટી સમસ્યા હતી માસ્ક. માસ્કના કારણે શરૂઆતમાં લોકોને ઘણી મુશ્કેલી થઇ. કાનમાં દુખાવો, નાખ પર નિશાન જેવી સમસ્યા. ખાવા-પીવા માટે માસ્ક ઉતારવું પડે છે. પરંતુ હવે મેક્સિકોના શોધકર્તાઓએ એવા માસ્ક બનાવ્યા છે જેમાં ખાવા-પીવાની સમસ્યા નહિ થાય. સાથે જ એ તમને કોરોનાથી પણ બચાવશે. આ માસ્કને નામ આપવામાં આવ્યું છે માત્ર નાખ વાળું માસ્ક (Nose Only Mask) અથવા ખાવા વાળું માસ્ક (Eating Mask).

માત્ર નાખ પર પહેરવાનું માસ્ક

મેક્સિકોના શોધકર્તાએ સામાન્ય માસ્કથી સારું અને સુવિધા વાળું માસ્ક બનાવ્યું છે. એનાથી તમારું નાખ પુરી રીતે કવર થઈ જાય છે. એનાથી તમે કોરોનાના સંક્રમણથી પણ બચી જશો. મોં પણ ખુલ્લું રહેશે જેથી તમે આરામથી એને લગાવી ખાઈ-પી શકો છો. જો તમને એનાથી પણ ડર લાગે છે તો તમે એના ઉપર એક સામાન્ય માસ્ક પણ લગાવી શકો છો.

એક ન્યુઝ મીડિયા દ્વારા એક વિડીયો બતાવવામાં આવ્યો છે જેમાં એક મહિલા અને પુરુષ માસ્ક લગાવી ભોજન કરી રહ્યા છે. આ બંને પહેલા સામાન્ય માસ્ક ઉતારે છે. જેની નીચે માત્ર નાખ વાળું માસ્ક લાગેલું છે. ત્યાર પછી લોકો એ માસ્ક ઉતાર્યા વગર જમવાની શરુ કરી દે છે. એમના ટેબલ પર પ્લાસ્ટિકના કેટલાક કવર છે , જેમાં Nose Only Mask દેખાઈ રહ્યા છે.

કોરોનાથી બચાવ માસ્ક જરૂરી

કોરોના વાયરસ એક રેસ્પીરેટ્રી બીમારી છે. એટલે શ્વાસ સંબંધિત બીમારી છે. એનો વાયરસ હવામાં તરી રહેલ બૂંદો દ્વારા નાખથી લઇ ફેફસા સુધી પહોંચે છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ ખુલી હવામાં ખાંસી ખાય છે તો તેઓ ઘણા લોકોને સંક્રમિત કરી શકે છે. માટે બધા લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ માસ્કના કારણે ઘણા લોકોને સમસ્યા થાય છે.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, કોશિકાઓ કે જે મનુષ્યની સુંઘવાની ક્ષમતા પૂરી પાડે છે, તે કોરોના વાયરસ ચેપનું માધ્યમ પણ બની શકે છે. તેથી, નાકને કવર કરેલું રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. જેથી જો તમે આકસ્મિક રીતે અથવા અજાણતાં કોઈ કોરોનાથી સંક્રમિતને મળ્યા તો પછી તમે માસ્ક લાગુ ન લગાવવાની બેદરકારીથી બચી શકો છો.

સોશિયલ મીડિયા પર બન્યું ચર્ચાનું કારણ

આ માસ્ક વિશે ઘણી ચર્ચા છે. સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો તેને જોકરના લાલ રંગનું નાક ગણાવી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ કોઈ નવીનતા નથી. જોકર્સ વર્ષોથી તેને પહેરે છે. તે જ સમયે, કોઈએ કહ્યું કે તે ચોક્કસ થોડો વિચિત્ર લાગે છે, પરંતુ એક સામાન્ય માસ્ક પણ એક વર્ષ પહેલા દરેકના ચહેરા પર વિચિત્ર લાગતો હતો. એની પણ આદત થઇ ગઈ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ નિર્દેશ જારી કર્યો છે કે કોરોના વાયરસથી બચવા માટે નાક, મોં અને ચિનને આવરી લેતો માસ્ક લગાવવાનો નિર્દેશ જારી કર્યો છે. તે જ સમયે, અમેરિકાના સીડીસીએ કહ્યું છે કે મલ્ટિ-લેયર માસ્ક તમને કોરોના વાયરસથી બચાવી શકે છે. ચેપનો દર પણ ઘટાડી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો