GSTV
Gujarat Government Advertisement

યુવરાજ સિંહની નવી સ્ટાઈલ: યુવીનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય, ધોની જેવા લાંબા વાળ બનાવ્યા

Last Updated on March 26, 2021 by

હજૂ થોડા દિવસ પહેલા જ યુવરાજ સિંહે રોડ સેફ્ટી વર્લ્ડ ટી-20 સીરીઝમાં પોતાની શાનદાર બેટીંગનો પરચો આપ્યો હતો. જેને લઈને યુવરાજ સિંહ ખૂબ જ ચર્ચામાં છે. તેણે એક જ ઓવરમાં 4 છગ્ગા લગાવ્યા હતા. તેણે સૌ કોઈનું ધ્યાન ખેંચતા ફાઈનલમાં અર્ધશતકની મેચ વિનીંગ ઈનિંગ્સ રમી હતી. ત્યારે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો હતો. જો કે, હવે સિક્સર કિંગ યુવરાજ સિંહ અન્ય એક કારણથી સૌ કોઈની નજરે ચડ્યો છે. તે હાલમાં પોતાના નવા લૂક અને સ્ટાઈલના કારણે ચર્ચામાં છે.

એ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, યુવરાજ સિંહને સ્ટાઈલ ખૂબ જ પસંદ છે. પણ હાલમાં તે પોતાના વાળના કારણે નવા લૂકમાં દેખાઈ રહ્યો છે. આવું તો ફક્ત ધોની સાથે થાય છે. હાલમાં પણ એવુ થતું હોય છે. તેથી યુવરાજ સિંહે પણ પોતાના વાળનો લૂક બદલ્યો છે. તે વાળની સ્ટાઈલ જ નહીં, પણ રંગ કરીને ખુબસુરત બનાવી દીધા છે.

યુવરાજ સિંહે પોતાની આ નવી હેરસ્ટાઈલની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસ્વીરમાં તે લાંબા અને શાનદાર કલર કરેલા વાળમાં દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સને યુવરાજનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો