Last Updated on March 26, 2021 by
ભારતની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા ના યૂઝર્સ માટે સારા સમાચાર છે. કંપનીએ હાલમાં જ નવી ડીજીટલ પેમેંટ સર્વિસની શરૂઆત કરી છે. તેનાથી પ્રીપેડ અને પોસ્ટપેડ યૂઝર્સ WhatsApp પર ફોન રિચાર્જ અને પેમેંટ જેવા કામ કરી શકશે.
WhatsApp થી કરી શકશો બિલ પેમેન્ટ અને રીચાર્જ
અત્યારસુધી કસ્ટમર્સ પાસે VI APP. PAYTM અને ડીજીટલ ટ્રાંઝેક્શન પ્લેટફોર્મ સાથે ઓફલાઈન રિચાર્જ કરવાની સૂવિધા હતી. પરંતુ VIની નવી જાહેરાત બાદ યૂઝર્સ હવે પોપ્યૂલર ઈસ્ટંટ મેસેજીંગ એપ વ્હોટસપની નવી સર્વિસ WhatsApp પેમેન્ટ દ્વારા પણ રિચાર્ડ અને પેમેન્ટ કરી શકો છો.
કોઈપણ પેમેન્ટ ગેટવેથી ટ્રાન્ઝેક્શન થઈ શકશે
કંપની અનુસાર, આ ડીજીટલ પેમેંટ સર્વિસથી તેનનું વર્ચ્યુઅલ એજંટ vic કોઈપણ પેમેંટ ગેટવેથી ટ્રાંઝેક્શન કરવામાં સક્ષમ છે, જેમાં upi ટ્રાંઝેક્શન પણ સામેલ છે.
SMS થી થશે બિલ પેમેંટ અને રિચાર્જ
જો કસ્ટમર VICને યૂઝ કરશે તેને SMS દ્વારા બિલ પેમેન્ટ અને રિચાર્જ માટે એક લિંક મળશે. કસ્ટમર માત્ર 2 ક્લિકમાં કોઈપણ પ્રીપેડ પેકથી પોતાના ફોનને રિચાર્જ કરી શકશે.
ઝડ઼પી અને સરળતાથી કરી શકશો પેમેન્ટ
કંપનીએ કહ્યુ કે, આ પ્લેટફોર્મથી યૂઝર સરળતાથી અને ઝડપથી ડીજીટલ પેમેન્ટ કરી શકશે. VICથી કંપનીના કોઈપમ એસેટનનું બિલ પે અને મોબાઈલ રિચાર્જ કરી શકાય છે.
2020માં શરૂ કરી Chabot સર્વિસ
ગયા વર્ષે, વોડાફોન-આઇડિયાએ WhatsApp પર વીઆઈસી નામનું ચેટબોટ પણ શરૂ કર્યું હતું, જેના પર લોકો તેમની સમસ્યાઓ જણાવી શકે છે અને તેના નિરાકરણ શોધી શકે છે. આ ઉપરાંત, તે ગ્રાહકોને બિલ ચુકવણી, રિચાર્જ પ્લાન, પ્લાન એક્ટીવેશન, કનેક્શન, ડેટા બેલેન્સ અને બિલ વિનંતી સહિત ત્વરિત સેવાઓ પણ પ્રદાન કરે છે. વી પણ આવી સુવિધા રજૂ કરનાર પ્રથમ ટેલિકમ નેટવર્ક છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31