Last Updated on March 26, 2021 by
આજકાલ OTT પ્લેટફોર્મની વધતી લોકપ્રિયતાના કારણે સ્માર્ટ ટીવી લોકોની પહેલી પસંદ બની ગઈ છે. લોકો ટીવી પર સીરિયલ અથવા મૂવી જોવા ઉપરાંત આ OTT પ્લેટફોર્મ પર સીરિયલ, વેબ સિરિઝ અને ફિલ્મો જુએ છે. એવામાં આ સર્વિસનો આનંદ ઉઠાવવા માટે તમારી પાસે સ્માર્ટ TV જરૂર હોવુ જોઈએ. જોકે, તમે તેને ફેન પર પણ જોઈ શકો છો. પરંતુ TV માં જોવાની વાત અલગ હોય છે. જો તમારી પાસે સ્માર્ટ TV નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમા તમારા સાધારણ TVને પણ આ રીતે બદલી શકો છો સમાર્ટ TV માં.
HDMI કેબલ વાપરો
તમે HDMI કેબલનો ઉપયોગ કરીને તમારા ટીવીને સરળતાથી સ્માર્ટ ટીવી બનાવી શકો છો. આ માટે તમે તમારા લેપટોપને HDMI કેબલથી કનેક્ટ કરી શકો છો અને મોનિટર તરીકે તમારા ટીવીનો ઉપયોગ કરી શકો છો હવે આ ટીવી પર તમે તમારા મનપસંદ શો અને મૂવીઝ જોઈ શકો છો.
પ્લે સ્ટેશન અને X બોક્સ
જો તમે ઇચ્છો, તો તમે પ્લે સ્ટેશન અને એક્સ બોક્સની સહાયથી તમારા ટીવીને પણ સ્માર્ટ બનાવી શકો છો. આ બંને પ્લેટફોર્મ્સ પર મનોરંજન વિભાગની સહાયથી, તમે ઓનલાઇન સામગ્રીને સ્ટ્રીમ કરી શકો છો.
એન્ડ્રોઈડ TV બોક્સ
એંડ્રોયડ ટીવી બોક્સ પણ તમારા માટે સારો ઓપ્શન છે. તેનાથી તમે તમારા ટીવી સ્ક્રિન પર ગૂગલ પ્લે અને ગૂગલની બીજી સર્વિસિસનો ઉપયોગ કરી શકો છો.
એરટેલ TV
એરટેલ TV થી યૂઝર કેબલ ટીવી અને ઈન્ટરનેટ વેસ્ડ સર્વિસીસ જેવી કે યૂટયૂબ, એમેઝોન અને નેટફ્લિકસ જેવા સ્ટ્રિમિંગ સર્વિસનો આનંદ ઉઠાવી શકો છો. એરટેલ ટીવી ક્રોમકાસ્ટ સપોર્ટ સાથે આવે છે જેથી તમા લાઈવ ટીવી પણ રેકોર્ડ કરી શકો છો.
ડિઝિટલ મીડિયા પ્લેયર
કેટલાક ડોન્ગલની મદદથી તમે તમારા નોર્મલ ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી શકો છો. જોવામા તે USB ફ્લેશ ડ્રાઈવ જેવો હોય છે પરંતુ તે HDMI પોર્ટ સાથે આવે છે. તજેમ માટે તમારા આવા TV સેટની જરૂર નથી. જેથી ડિવાઈસ કનેક્ટ કરીને તમે તમારા ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31