Last Updated on March 26, 2021 by
Jio હંમેશાં તેના ગ્રાહકોને આકર્ષક ઓફર આપે છે. પછી ભલે તે ગ્રાહકોને ડેટા આપવાની હોય કે તેમની સૂરક્ષાની હોય, કંપની હંમેશા લોકોને જાગૃત રાખે છે. જો કે, કંપનીના તમામ પ્રયત્નો છતાં હેકર્સ યૂઝર્સને તેમનો શિકાર બનાવે છે. તેથી હવે Jioએ તેના તમામ ગ્રાહકોને સચેત રહેવાની ચેતવણી આપી છે.
કંપનીએ તેના તમામ ગ્રાહકોને સતર્ક રહેવા માટે એક સંદેશ મોકલ્યો છે અને કહ્યું છે કે આવા કોઈપણ શંકાસ્પદ મેસેજો અને કોલ્સનો જવાબ નહીં આપો. કંપનીએ કહ્યું છે કે KYC અથવા મફત મોબાઇલ ડેટા આપતા સંદેશાઓ અને કોલ્સથી સાવચેત રહો અને તેને કોઈ જવાબ ન આપો કારણ કે ગઠિયાઓ તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
JIO એ પોતાના ગ્રાહકોને મોકલેલા મેસેજમાં લખ્યુ છે કે, છેતરપિંડીના ઈરાદાથી મોકલાયેલા મેસેજથી સાવધાન રહો. જેમાં તમને તમારી વ્યક્તિગત જાણકારી / KYC વિગતોને અપડેટ કરવાનું કહે અથવા મફતમાં મોબાઈલ ડેટા આપવાનું કહેવામાં આવ્યું હોય. અજાણ્યા કે સંદિગ્ધ નંબરોથી કોલ કરનારાઓનો પોતાની વ્યક્તિગત જાણકારી કયારેય ન આપો. સૂરક્ષિત રહો. ટીમ JIO.
તમને જણાવી દઈએ કે, આ પ્રકારના મેસેજ પર જો તમે પ્રતિક્રિયા આપો છો તો હેકર્સ તમને ભઆરે નુકશાન પહોંચાડી શકે છે. હકીકતમાં, હેકર્સ આ મેસેજોની મદદથી તમારી પાસેથી તમારી પર્સનલ વિગચતો એકત્રિત કરે છે. તમારી પર્સનલ માહિતી મેળવીને તે તમારા ડેટાને ચોરી કરી શકે છે. અને બની શકે છે કે, તમારા ખાતાને ખાલી પણ કરી દે. જેથી કંપની સતત યૂઝર્સને આવા મેસેજ પર પ્રતિક્રિયા ન આપવાની સલાહ આપી છે.
પોતાના નંબર પર આવી રીતે એક્ટિવેટ કરો DND
JIO પોતાના ગ્રાહકો માટે આવા ફેક મેસેજ અને કૉલથી છૂટકારો મેળવવા માટે ડૂ નોટ ડિસ્ટર્બ (DND)ની સેવા પણ આપે છે. જેને સરળતાથી એક્ટિવેટ કરી શકાય છે. તેને એક્ટિવેટ કરવા માટે તમારે MyJio એપના લેફ્ટ કોનર્રમાં આપેલા આઈકોન પર ટેપ કરી સેટિંગ્સમાં જવુ પડશે. જે બાદ DND ઓપ્શનને સિલેક્ટ કરી બાદમાં તમારી પાસેથી કંપની તરફથી વધુ એક મેસેજ આવશે. અને 7 દિવસની અંદર તમારા નંબર પર DND એક્ટિવ થઈ જશે. તે ઉપરાંત કસ્ટમર કેરને કૉલ કરીને પણ DNDને એક્ટિવેટ કરી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31