Last Updated on March 25, 2021 by
Flipkart અને Amazon ઉપર સેલનું આયોજન થતું હોય છે. જેમાં જુના ફોન એક્સચેન્જ કરવાની તક મળતી હોય છે. પરંતુ કેટલીક વખત જૂના ફોનની સારી કિંમત નથી મળતી. આજે અમે તમને બતાવવા જઈ રહ્યાં છીએ કે, જૂના ફોનને બીજા કામોમાં ઉપયોગ કરી શકાય છે. જે તમારા પૈસા પણ બચાવશે.
જૂના ફોનને બીજા કામોમાં ઉપયોગ કરવા માટે તમારે તેની ખામીઓ વિશે પણ જાણવું પડશે. જો તેને કેમેરો ખરાબ હોય તો તેને તમે સીસીટીવીમાં ઉપયોગ કરી શકો છો. જો તેનું બેટરી બેકઅપ ખરાબ હોય તો તેની સાથે ચાર્જર લગાવીને રાખવો પડે છે. એવામાં સૌથી પહેલા તેની ખામીઓ અને તેની વિશેષતાઓ અંગે જાણીએ.
જૂના ફોનને ઘરની સુરક્ષા માટે કરો ઉપયોગ
જૂના ફોનને એક્સચેન્જ નથી કર્યો તો તમે તેને ઘરની સુરક્ષા માટે ઉપયોગમાં લઈ શકો છો. તેના માટે તમારે ફોનનો કેમેરો એવી રીતે લગાવવાનો રહેશે કે જેને કોઈ વારંવાર અડે નહીં અને તેનું ચાર્જર પણ તુરંત કનેક્ટ થઈ જાય. કારણ કે ફોન ક્યારેય બંધ ન થાય. લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે તમે ગુગલ પ્લેસ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી શકો છો.
જૂના ફોનને કાર અને બાઈકનું બનાવો જીપીએસ
જૂના સ્માર્ટફોનમાં જીપીએસની રીતે પણ ઉપયોગ કરી શકો છો. અને તમે તેમાં પરમેનન્ટ ચાર્જર પોર્ટ ફિટ કરાવો છો તો તેનાથી સારી કોઈ વાત નથી. તેના માટે તમારે વધુ કશુ કરવાની જરૂર નથી. ગૂગલ મૈપ્સ ડાયરેક્ટ લાઈવ લોકેશન બીજા ફોન ઉપર લઈ શકો છો. જેનાથી તે ફોન જ્યાં જશે તેની લોકેશન તમને મળતી રહેશે.
બાળકોના ઓનલાઈન ક્લાસમાં કરશે મદદ
વધારે પડતા બાળકો આજે ઓનલાઈન ક્લાસીસ લઈ રહ્યાં છે તો તમારો જૂનો ફોન તમારા બાળકના ઓનલાઈન ક્લાસમાં મદદ કરી શકે છે. તેવામાં તે તમારા માટે પૈસા વસુલ સાબિત થઈ શકે છે. એટલુ જ નહીં યુટ્યુબ ઉપર હાજર કેટલાક વીડિયોની મદદથી બાળકો મૈથ્સની નવી નવી ટ્રિક્સ પણ શીખી શકે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31